મહેસાણા જિલ્લાનું વિશ્વ વિખ્યાત મોઢેરા સૂર્યમંદિર એ ખૂબ જ પૌરાણિક ધરોહર છે જયાં પ્રવાસન વિભાગ તરફથી તેની જાળવણી અને સાચવણી કરવામાં આવે છે. પ્રતિ વર્ષ મોઢેરાના સૂર્ય મંદિર ખાતે લાખો પર્યટકો ત્યાં મુલાકાતે આવતા હોય છે. પુરાતત્વ વિભાહ દ્વારા મોડજેરા સૂર્ય મંદિરને વિવિધ પ્રકારની સુવિધાઓ પૂરો પાડીને વૈશ્વિક દરજ્જો અપાવી પર્યટક સ્થળ તરીકે વિસાવવામાં આવ્યું છે. જેની સાર સંભાળ માટે મંદિરની મુલાકાતે આવતા પર્યટકો માટે સામામય દરની ટીકીટ રાખવામાં આવી છે, જ્યાં મંદિરના દરવાજેથી જ મુલાકાતીઓને ટીકીટ ઉપલબ્ધ કરવામાં આવતી હતી પરંતુ ગત થોડા દિવસોથી મોડજેરા સૂર્ય મંદિર ખાતે વિન્ડો ટિકિતની જગ્યાએ હવે ઓનલાઇન ટીકીટ બુકિંગ પ્રથા શરૂ કરવામાં આવતા મુલાકાતે આવતા પ્રવાસીઓ ભારે મૂંઝવણ અનૂભવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત તારીખ 10મી માર્ચથી ટીકીટ બારી પરથી મળતી ટીકીટની સેવા બંદ કરીને ઓનલાઈન ટિકિટ સેવા શરૂ કરવામાં આવતા સૂર્ય મંદિરની મુલાકાતે આવતા પર્યટકોને બારી પરથી રૂબરૂ ટીકીટ મળતી નથી. ત્યારે પર્યટકોમાં મુનઝવન એ પેદા થઈ છે કે સૂર્ય મંદિરે આવતા પર્યટકોમાં કેટલાક લોકો ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરતા હોય છે તેમને ટીકીટ સરળતાથી ઉપલબ્ધ થઈ રહી છે. પરંતુ જેને મોબાઈલમાં ઓનલાઈન સુવિધાનો ઉપયોગ કરતા નથી આવડતું કે જેમના મોબાઈલમાં ઓનલાઈન સુવિધાઓ નથી હોતી તેઓને ઓનલાઈન ટિકિટ ન મળતાં સૂર્ય મંદિરની મુલાકાત લીધા વિના જ પરત ફરવાનો વારો આવ્યો છે જેના લીધે પર્યટકોમાં ખાંસી નારાજગી જોવા મળી રહી છે. ત્યારે ફક્ત ઓનલાઈન બુકીંગની સુવિધાની જગ્યાએ સ્થળ પર ઓફલાઇન ટીકીટ બારી ફરીથી શરૂ કરવામાં આવે તેવી માંગ પણ પર્યટકોએ કરી છે.
ઓનલાઈન બુકીંગની સુવિધામાં ક્યાંક સર્વર ડાઉન તો ક્યાંક યાત્રિકો પાસે મોબાઈલમાં ઓનલાઈન સુવિધા ન હોવાથી યાત્રિકો ઓનલાઇન ટિકિટ નથી લઈ શકતા જેના લીધે પણ પ્રવાસન વિભાગને પર્યટકોનું નુકશાન થઈ રહ્યું છે.ગામડા માંથી આવતા લોકોને ઓનલાઈન બુકીંગ સુવિધાના કારણે વધુ મુશ્કેલી ભોગવી રહ્યા છે. ગત સોમવારથી જ સ્થળ પરની બારી પરથી ટિકિટ આપવાનું બંધ કરી દેતા પર્યટકો પરેશાન થઈ ઉઠ્યા છે અને ઓનલાઈન બુકીંગની સાથોસાથ સ્થળ પર ટીકીટ બારીએથી ટીકીટ આપવાનું ફરી શરૂ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.