દેવાધિદેવ ભગવાન શિવજીને અતિ પ્યારો એવો શ્રાવણ માસ અંતિમ ચરણમાં પહોંચ્યો છે ત્યારે આજે શ્રાવણનો છેલ્લા સોમવાર છે અને આવતા શનિવારના રોજ શ્રાવણ માસની પુર્ણાહુતી થશે જેને લઇ શિવભક્તો માં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. શ્રાવણમાસના છેલ્લા સોમવારને લઇને વિવિધ મંદિરોમાં વિશેષ શ્રૃંગાર કરાશે અને વિવિધ પૂજા અર્ચના કરાશે પરંતુ શ્રાવણ માસના છેલ્લા સોમવારે બાલારામ અને વિશ્ર્વેશ્વર માં દર્શન કરવા માટે લોકોની ભારે ભીડ રહેતી હતી. મંદિર પ્રશાસન દ્વારા પણ છેલ્લા સોમવાર ને લઇ વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવતી હોય છે અને મેળા જેવો માહોલ જામતો હોય છે. ત્યારે આ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ વચ્ચે પણ છેલ્લા સોમવારના દિવસે જિલ્લાના અનેક પ્રાચીન-અર્વાચીન શિવ મંદિરોમાં ભક્તોની પણ ભીડ રહશે ત્યારે અંતિમ દિવસોમાં પહોંચેલા પવિત્ર શ્રાવણ મહિનામાં છેલ્લા દિવસોમાં ઠેરઠેર યજ્ઞો પણ કરવામાં આવતા હોય છે જેને લઇ શ્રાવણ મહિનાના અંતિમ દિવસોમાં શીવ મંદિરોમાં વિશેષ માહોલ જોવા મળશે.
- August 18, 2025
0
196
Less than a minute
You can share this post!
editor

