મેડીકલ ડીગ્રી વગરના વધુ ત્રણ ડોકટરો પાટણ SOG પોલીસ ટીમના હાથે ઝડપાયા

મેડીકલ ડીગ્રી વગરના વધુ ત્રણ ડોકટરો પાટણ SOG પોલીસ ટીમના હાથે ઝડપાયા

ઇન્જેકશનો,દવાઓ અને મેડીકલ સાધનોનો જથ્થો જપ્ત કરી ત્રણેય સામે કાયદેસરની કાયૅવાહી હાથ ધરાતા બોગસ તબીબો મા ફફડાટ વ્યાપ્યો મેડીકલ ડીગ્રી વગરના વધુ ત્રણ ડોકટરોને પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે સમી અને શંખેશ્વર પંથક માથી ઝડપી ઇન્જેકશનો,દવાઓ અને મેડીકલ સાધનોનો જથ્થો જપ્ત કરી કાયદેસરની કાયૅવાહી હાથ ધરતા જિલ્લાના બોગસ તબીબો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હોવાનુ જાણવા મળ્યું છે.

આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી માહિતી મુજબ પાટણ જિલ્લામાં ડીગ્રી વગર પ્રેકટીસ કરતાં બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરવા પાટણ જિલ્લા પોલીસ વડા દ્રારા કરવામાં આવેલ સુચના આધારે પાટણ એસઓજી પીઆઈ ના માર્ગદર્શન મુજબ ટીમે ચક્રો ગતિમાન કરી સમી પો.સ્ટે વિસ્તાર માથી માંડવી ગામના બોગસ ડોક્ટર નરેશ જયંતીજી વાઘેલા અને શંખેશ્વર વિસ્તાર માથી શંખેશ્વર ના બોગસ તબીબ ભરવાડ અશોક સકતાભાઈ અને રાધનપુર ના બોગસ તબીબ પ્રકાશ બાબુલાલ રાવળ ને કોઇ પણ જાતની મેડીકલ ડોકટર ડીગ્રી મેળવ્યા સિવાય અને મેડિકલ નું લાયસન્સ ધરાવતા નહીં હોવા છતાં મેડીકલ પ્રેકટીશ કરી બીમાર લોકોને તપાસી દવા તથા ઇંજેકશન આપી બીમાર લોકોના સ્વાસ્થય સાથે બેદરકારી ભર્યુ કૃત્ય કરવા બદલ અટકાયત કરી ઇન્જેકશનો,દવાઓ, મેડીકલ સાધનો નો જથ્થો કબજે કરી સમી અને શંખેશ્વર પોલીસ મથકે બી.એન.એસ-૨૦૨૩ની કલમ-૩૧૯(૨) તથા મેડીકલ પ્રેક્ટીસનર એકટ કલમ ૩૦ મુજબનો ગુન્હો નોધાવી આગળ ની તપાસ સમી અને શંખેશ્વર પો.સ્ટે ને સોપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *