પાટણમાં પાલિકા દ્વારા નોટિસ અપાયેલાં ત્રણ જર્જરિત મકાનો ટુક સમયમાં દૂર કરાશે

પાટણમાં પાલિકા દ્વારા નોટિસ અપાયેલાં ત્રણ જર્જરિત મકાનો ટુક સમયમાં દૂર કરાશે

પાટણ શહેરના જાહેર રસ્તા અને મહોલ્લા, પોળમાં ૩૦ થી વધુ જર્જરીત મકાનો જોખમી

જજૅરિત મકાનો મામલે પાલિકા પાસે રિપોર્ટ માંગવાશે : પ્રાંત અધિકારી…!

પાટણ શહેરમાં જાહેર રસ્તાઓ અને મહોલ્લા, પોળમાં ૩૦ થી વધુ મકાનો વર્ષોથી જર્જરીત હાલતમાં ઊભા હોય દર વર્ષે પાલિકા ઉતારવા માટે નોટિસ આપી સંતોષ માની લેતા જૈસે થે સ્થિતિમાં ઊભા રહેતાં રાહદારી અને આસપાસ રહેતા રહીશો માટે મકાનો જોખમી બન્યા છે. જે જર્જરિત મિલકતને ત્રણ નોટિસ અપાઈ હોય તેવા મિલકતોને પાલિકાની ટીમ દ્વારા જેસીબી સહિતના સાધનો વડે દૂર કરાશે તેવું ચીફ ઓફિસરે જણાવ્યું છે.

શહેરમાં બુકડી ચોકથી કુલડીવાસ મીરા દરવાજા રોડ ઉપર ૧૦૦ જૂનું સોદાગરની બેઠકની સંસ્થાની બિલ્ડીંગ રોડ ઉપર પડવાના વાંકે ઉભુ હોય સત્વરે નહીં ઉતારવામાં નહિ આવે તો જીવલેણ દુર્ઘટનાની ભીતિ સેવાઈ રહી હોય સ્થાનિકો પસાર થતા ભય અનુભવી રહ્યા છે.તાજેતરમાં એક ઓરડાનો ભાગ તૂટી પડ્યો હતો. તેને રોડ ઉપરથી હટાવીનેએક બાજુ કરી ત્યાં બેનર મારીને આ જગ્યા જોખમી હોવાનું લખીને અહીંથી પસાર થવામાં સાવચેતી રાખવી તેવું પાલિકાએ બેનર માર્યું છે.

આ વિસ્તારમાં રોજ સવારે શાકમાર્કેટ ભરાય છે ત્યારે આવી સ્થિતિમાં ક્યારેય દુર્ઘટના સર્જાઈ શકે એવી આશંકા વધી રહી છે. સ્થાનિક રહીશો એ આ જોખમી મકાનો તાત્કાલિક ઉતારી લેવા પાલિકાને રજૂઆત કરી છે. છતાં પાલિકાની કામગીરી અધૂરી જ રહી છે.તો શહેરમાં જોખમી મકાનો બાબતે પ્રાંત અધિકારીએ જણાવ્યું કે વરસાદી માહોલમાં આવા મકાનો વધુ જોખમી સાબિત થઈ શકે છે.ત્યારે જજૅરિત મકાનો મામલે પાલિકા પાસે રિપોર્ટ માંગવાશે. સરકારી મકાન હશે તો તાત્કાલિક ડિમોલેશન થશે.જ્યારે ખાનગી મકાન વધારે જોખમી બનશે તો તેને ઉતારી લેવાશે.

ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે જણાવ્યું હતું કે જર્જરીત મકાનોને નોટિસ આપી છે જે પૈકી ત્રણ નોટિસ આપવામાં આવી હોય એવી મિલકતોને તોડવાની કામગીરી પાલિકાની ટીમ જેસીબી સહિતના સાધનો સાથે કરાશે.અને જેનો ખર્ચ નગરપાલિકા કાટમાળની અંદર લાકડું, લોખંડ વગેરેમાંથી વસુલાત કરતા જો પાલિકાનો તોડફોડનો ખર્ચ પૂરો નહીં થાય તો તે મિલકત માં પાલિકાબોજો પાડવામાં આવશે તેવું તેઓએ જણાવ્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *