બનાસકાંઠા જિલ્લાની દિયોદર, ભાભર અને કાંકરેજ આઈ.ટી.આઈ. ખાતે ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ યોજાયો

બનાસકાંઠા જિલ્લાની દિયોદર, ભાભર અને કાંકરેજ આઈ.ટી.આઈ. ખાતે ત્રિદિવસીય ધ્યાન કાર્યક્રમ યોજાયો

તાલીમાર્થીઓને ધ્યાનના માધ્યમથી સંતુલિત જીવન માટે માર્ગદર્શન આપવામાં આવ્યું; બનાસકાંઠા જિલ્લામાં ગુજરાત સરકાર અને હાર્ટ ફુલનેસ સંસ્થાના સંયુક્ત ઉપક્રમે દિયોદર, ભાભર અને કાંકરેજ તાલુકામાં આવેલ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.) ખાતે ત્રિદિવસીય ધ્યાનસત્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. દૈનિક જીવનમાં વિદ્યાર્થીઓ તણાવનું પ્રબંધન કરીને જીવન કૌશલ્ય વિકસાવી શકે એ ઉદ્દેશ્યથી ધ્યાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

હાર્ટ ફુલનેસ સંસ્થાના સર્ટિફાઇડ ટ્રેનર્સ દ્વારા તારીખ 24, 25 અને 26 માર્ચ દરમિયાન જિલ્લામાં દિયોદર, ભાભર અને કાંકરેજ ખાતે આવેલ આઈ.ટી.આઈ.માં વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરતા તાલીમાર્થીઓને ત્રણ દિવસ સુધી હૃદય આધારિત ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવી હતી. તાલીમાર્થીઓને ધ્યાનની સાથે સાથે આંતરિક શુદ્ધિકરણ અને પ્રાર્થના-ધ્યાનનો અભ્યાસ કરાવી પ્રશિક્ષિત કરવામાં આવ્યા હતા. ત્રિદિવસીય સત્રોમાં વિદ્યાર્થીઓને વિઝડમ આધારિત નોલેજ અને બાયો-ચાર આધારિત કૃષિ પદ્ધતિ અંગે પણ તલસ્પર્શી સમજણ આપવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *