પાલડી માં ત્રિદિવસીય દૂધેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુખરૂપ સંપન્ન થયો

પાલડી માં ત્રિદિવસીય દૂધેશ્વર મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સુખરૂપ સંપન્ન થયો

સાધુ સંતોની હાજરીમાં ભક્તિમય માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો

રાજકીય સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિત વચ્ચે શુભ મુહર્ત માં શિવ પરિવારની  પ્રતિષ્ઠા કરવામાં આવી; ડીસા તાલુકાના પાલડી ગામે દૂધેશ્વર મહાદેવનું લાખો રૂપિયાના ખર્ચ નવિન મંદિર બનાવવામાં આવતા સમગ્ર ગ્રામજનો દ્વારા દૂધેશ્વર મહાદેવનો ત્રિદીવસીય  પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને અગીયાર કુંડી મહારુદ્ર યજ્ઞ નો કાર્યક્રમ રંગેચંગે સંપન્ન થયો

પાલડી સમસ્ત ગ્રામજનો દ્વારા દુધેશ્વર મહાદેવનો  પ્રાણ પ્રતિષ્ઠા અને ૧૧ કુંડી યજ્ઞ નુ આયોજન કર્યું હતું. આ ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવમાં યજ્ઞાચાર્ય જગદીશભાઇ વ્યાસ, વાસુદેવભાઇ દેવ અને રધુનાથભાઇ જોષી ની ટીમ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ દ્વારા વિધિ કરાવવામાં આવી હતી યજમાનો દ્વારા વિવિધ ચઢાવવાનો લાભ લઇ પ્રતિષ્ઠા કાર્ય માં સહયોગ આપ્યો હતો ૧૨:૩૯ ના શુભ મુહર્ત માં  દુધેશ્વર દાદાના મંદિરમાં શીવ પરીવાર ની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવી હતી. ત્યારે આ પ્રતિષ્ઠા મહોત્સવમાં આમંત્રિત સંતો મહંતો પણ ઉપસ્થિત રહી આશીર્વચન પાઠવ્યા હતા. આ ઉપરાંત રાજકીય સામાજિક આગેવાનોએ પણ હાજરી આપી હતી રાત્રી દરમિયાન યોજાયેલા ભવ્ય લોક ડાયરામાં સાહિત્ય કલાકાર માયાભાઈ આહિર દ્રારા ભાવિક ભક્તો ને સાહિત્ય સાથે હાસ્યની મોજ કરાવી હતી. ત્રિદીવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ને સફળ બનાવવા માટે સમગ્ર પાલડી ગામના વડીલો યુવાનો એ ખડેપગે ઉભા રહી ભારે જહેમત ઉઠાવી હતી અને સમગ્ર ગ્રામજનો ના સાથ સહકાર થી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભકિતમય માહોલમાં સંપન્ન થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *