બળદો ના બદલે ટ્રેકટર દ્વારા હળોતરા કરવાનું પ્રમાણ વધ્યું; અખાત્રીજનો દિવસ શુભ ગણવામાં આવતો હોય છે. જેથી આપણા શાસ્ત્રોમાં અખાત્રીજના દિવસની વણજોયું મુહૂર્ત ગણવામાં આવે છે. ધરતીપુત્ર દ્વારા હળોતરા કરી નવી સિઝનની શરૂઆત કરતા હોય છે. વર્ષો પહેલા અખાત્રીજના દિવસે ખેડૂત પુત્ર નવા વસ્ત્રો પરિધાન કરી બળદને જોડી પોતાના ખેતરમાં જઈ બળદની જોડી ને કંકુ તિલક કરી કંસાર ખવરાવી તથા ખેત ઓજારોનું પુજન કરી ધરતીમાતાના નમન સાથે નવા વર્ષની ખેતીની હર્ષભેર શુભારંભ કરતા હતા. પરંતુ સમયની સાથે બળદોને સ્થાને હવે ટ્રેક્ટર લઇ લેતા ખેડૂત પરિવાર આજે પણ ટ્રેક્ટર દ્વારા હળોતરા કરવાની પરંપરા જાળવી રાખી છે કેટલાક ખેડૂતો પાસે આજે પણ સારા બળદો છે જે ખેડૂતો આજે પણ તે પરંપરા જાળવી રાખી રહ્યા છે. જેથી અખાત્રીજના વહેલી સવારે શુભ મુહૂર્તમાં ખેડૂતોએ હળોતરા કર્યો હતા અને આગામી સિઝન સારી થાય તેવી પ્રાર્થના કરી હતી.
જીલ્લામાં અનેક સ્થળો પર ખેડૂતો દ્વારા સામુહિક હળોતરા કર્યા; બનાસકાંઠા જિલ્લામાં બુધવાર ના દિવસે અખાત્રીજ ના પર્વ ને લઇ અનેક સ્થળો પર ખેડૂતો દ્વારા સામુહિક હળોતરા પણ કરવામાં આવ્યા હતા જેમાં ખેડૂતોએ ખેતોપયોગી ઓજારોનું પૂજન કર્યું હતું એક સાથે ટેક્ટરો દ્વારા ભાઇઓ અને ગ્રામજનો દ્વારા શુભ મુહૂર્તમાં યોજાયેલ સામુહિક પૂજનમાં ભાવભેર જોડાયા હતા.
અખાત્રીજનું પર્વ કૃષી સાથે સંકળાયેલ છે: ખેડૂત, આ અંગે વડાવલ ગામ ના ખેડુતો એ કહ્યું હતું કે અખાત્રીજનું પર્વ ખેડૂત માટે મહત્વ નું ગણવામાં આવે છે આ દિવસે ખેડૂત જોમ અને ઉત્સાહ સાથે નવી સિઝન ના વાવેતરની તૈયારીઓ કરવા લાગે છે પહેલા બળદો દ્વારા હળોતરા કરાતા પરંતુ સમયના બદલાવ સાથે હવે એની જગ્યાએ ટ્રેક્ટર દ્વારા પણ ખેડૂતો હળોતર કરી રહ્યા છે પરંતુ આજે આ પરંપરા ને ખેડૂતો જાળવી રહ્યા છે.