સિધ્ધપુર ની અભિનવ હાઈસ્કૂલ અને શિશુ મંદિરના વિદ્યાર્થીઓની પ્રતિભાઓ રાજ્ય કક્ષાએ ઝળકી

સિધ્ધપુર ની અભિનવ હાઈસ્કૂલ અને શિશુ મંદિરના વિદ્યાર્થીઓની પ્રતિભાઓ રાજ્ય કક્ષાએ ઝળકી

સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા સમગ્ર સિદ્ધપુર તાલુકાનું ઈન સ્કૂલ સ્પોર્ટસ કેન્દ્ર વિદ્યાભારતી, ગુજરાત પ્રદેશ સંલગ્ન અભિનવ હાઈસ્કૂલ અને શ્રી સરસ્વતી શિશુમંદિરમાં છેલ્લા દસ વર્ષથી કાર્યરત છે. જે અંતર્ગત સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા રમતો રમાડવા માટે બે કોચ તથા સ્પોર્ટસની કેટલીક વસ્તુઓ મળે છે. જેમાં સેંધાભાઈ જાદવ અને રાહુલભાઈ પટેલ વિદ્યાર્થીઓને વિદ્યાલયના સમયમાં તથા વેકેશનમાં યોગ્ય માર્ગદર્શન અને કોચીંગ આપી રહ્યા છે. દર વર્ષે વિવિધ રમતોત્સવ અને ખેલ મહાકુંભમાં તાલુકા,જિલ્લા,સ્ટેટ અને નેશનલ લેવલે વિદ્યાલયના બાળકો ભાગ લેવા જાય છે અને નંબર પણ મેળવે છે.

આ વર્ષે આખા ઉનાળુ વેકેશન દરમિયાન કાળઝાળ ગરમીમાં ૨૫ જેટલા વિદ્યાર્થીઓને દરરોજ ત્રણ – ચાર કલાક બંને કોચ દ્વારા નિયમિત અભ્યાસ કરાવવામાં આવતો હતો. આ બાળકો પૈકી ૮ બાળકો યંગ ટેલેન્ટ ટેસ્ટ (YT) માં જિલ્લા લેવલે પાસ થઈ રાજ્ય લેવલે સફળતા પ્રાપ્ત કરી છે. હવે તેઓ ડીસ્ટ્રીક્ટ લેવલ સ્પોર્ટસ સ્કૂલ (DLSS) માં પ્રવેશ મેળવશે. જેમાં સરકારના સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તરફથી બાળકોને નિઃશુલ્ક (મફત) હોસ્ટેલમાં રહીને શિક્ષણ મળશે તથા દરરોજ હેલ્ધી ડાયટ સાથે કોચના માર્ગદર્શન હેઠળ સ્પોર્ટસની પ્રેક્ટિસ કરવાની,પહેરવા માટે સ્પોર્ટસ કીટ, બાળકના ખાતામાં દર મહિને સ્પોર્ટસ શિષ્યવૃત્તિ પેટે રકમ મળશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *