પાટણ શિહોરી હાઈવે પર અનેક જગ્યાએ મોટા ખાડાઓ પડતા થીગડાં મારવાની કામગીરી કરવામાં આવી છે જેમાં ખાડા પુરાણ માટેની કરેલી કામગીરીમાં કોઈપણ પ્રકારની તકેદારી રાખ્યા વગર લેવલિંગ વગર જ રોડ ઉપર ડામરો ભરીને થીગડાં મારવામાં આવ્યા હોય આ થીગડાં રોડથી ઊંચા થઈ ગયા હોય પસાર થતા વાહન ચાલકોના ટાયરો અડી રહેતા જોખમી બન્યા છે.જેમાં કાંસા બસ સ્ટેન્ડ પાસે લેવલિંગ વગરનું ડામરનું થીંગડું એટલું ઊંચું હોય કે ત્યાંથી પસાર થતા બાઈક ચાલકનું આગળનું ટાયર ત્યાં અથડાતાં જ બાઈક સ્લીપ ખાઈ રહ્યા છે. માત્ર એક સપ્તાહમાં ત્રણ બાઈક સવારે ત્યાંથી પસાર થવા દરમિયાન સ્લીપ ખાઈ જતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા છે. તંત્ર દ્વારા અકસ્માત સર્જનાર આ થીગડાઓ તાત્કાલિક ધોરણે લેવલિંગ કરવામાં આવે નહીં તો રાત્રિ દરમિયાન ગંભીર અકસ્માતો થવાની શક્યતાઓ હોય નિર્દોષ લોકોના જીવ પણ જઈ શકે છે તેમ હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

- June 14, 2025
0
136
Less than a minute
You can share this post!
editor