અડધું ચોમાસું પૂરું થઈ ગયું છે ત્યારે અત્યાર સુધીમાં ઉત્તર ગુજરાતમાં ખુબ સારો વરસાદ થયો છે જેમાં બનાસકાંઠા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં સરેરાશ ૭૫ ટકા જેટલો વરસાદ થઇ ચુક્યો છે અને હજુ આગામી સમયમાં પણ ભારે વરસાદ થવાની વકી છે.
બંગાળની ખાડીમાં લો-પ્રેશર પણ સર્જાતા ફરી એકવાર સારા વરસાદના સંજોગો ઉભા થયા છે.આગામી તા.૧૫ મી ઓગસ્ટથી રાજ્યમાં વરસાદના વધુ એક વરસાદ ના નવા રાઉન્ડની શરૂઆત થવાની શક્યતાઓ રહેલી છે ત્યારે બનાસકાંઠા જિલ્લાઓમાં ખુબ સારો વરસાદ થાય તેથી આશાઓ રહેલી છે.
આ વર્ષ શરૂઆત થી ઉત્તર ગુજરાતમાં ચોમાસું સારું રહ્યું છે પરંતુ છેલ્લા દસ દિવસથી વરસાદે વિરામ લેતા વરસાદની ઘટ જોવા મળી રહી છે ઓગસ્ટ મહિનો અડધો પસાર થઈ જવા આવ્યો છે પરંતુ ઉત્તર ગુજરાત માં કોઈ પણ સ્થળે ભારે વરસાદ હજુ સુધી નોંધાયો નથી ત્યારે હવે આગામી ૧૫ ઓગસ્ટ થી વરસાદના પાછોતરા રાઉન્ડમાં સારો વરસાદ થાય તેના પર આશા મંડાઈ છે. સારા વરસાદ માટે શ્રેષ્ઠ ગણાતા મથા નક્ષત્ર નો પણ ૧૭ ઓગસ્ટ થી પ્રારંભ થઇ રહ્યો છે અને આ નક્ષત્રમાં તા.૧૫ થી ૨૨ સુધી વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગના જાણકારોના મતે બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર બન્યુ છે. જે આગામી દિવસોમાં મજબૂત બની વેલમાર્ક લો-પ્રેશરમાં ફેરવાથે અને ઉત્તરથી ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધશે. આ સિસ્ટમ સીધી ગુજરાતને અસર કરશે અને વરસાદ નો નવો રાઉન્ડ શરૂ થશે ત્યારે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ આ સિસ્ટમથી સારા વરસાદની શકયતાઓ રહેલી છે છેલ્લા કેટલાક દિવસોથી ઉધાડ નીકળ્યો છે અને કાંક છૂટા છવાયા વિસ્તારોમાં જ ઝાપટાં થઈ રહ્યાં છે ત્યારે ફરી એકવાર સારો વરસાદ થાય તેની લોકો આતૂરતાથી રાહ જોઈ રહ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ થયો છે પરંતુ જળાશયોમાં પાણીનો જથ્થો ચિંતાજનક રીતે ખુબ ઓછો છે મોસમનો અડધો વરસાદ બાકી છે ત્યારે પાછોતરા રાઉન્ડ ના વરસાદ થી જિલ્લાના દાંતીવાડા અને સીપુ જળાશયો પણ ભરાઇ જાય તેવું જીલ્લા વાસીઓ ઇચ્છી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા જળાશયમાં માત્ર ૨૭ ટકા જ પાણી; બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે ખુબ સારો વરસાદ થયો છે જુલાઈ ના અંત માસ સુધી ૭૪ ટકા જેટલો વરસાદ નોંધાયો છે તેમ છતાં જીલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણીની નહીંવત્ આવક નોંધાઈ છે જેને લઈને ખેડૂત વર્ગમાં ચિંતા નો માહોલ જોવા મળી રહ્યો છે જેમાં ૩ ઓગસ્ટ સુધી દાંતીવાડા ડેમ માં ૨૭.૫૪ ટકા પાણીની આવક થઈ છે જ્યારે સીપુ ડેમ માં માત્ર ૧૧.૯૨ ટકા પાણી આવ્યું છે જો આગામી દિવસોમાં સારો વરસાદ ન થાય અને જળાશયોમાં પાણીની મહત્તમ આવક ન આવે તો મુશ્કેલી સર્જાઈ શકે છે. ચોમાસું તો નીકળી જશે પરંતુ શિયાળામાં સિંચાઈની અને ઉનાળામાં પીવાના પાણીની વિકટ સમસ્યાઓ ઉભી થવાનો પણ ભય રહેલો છે.
છેલ્લા કેટલા વર્ષોથી પાછોતરા સારા વરસાદની પેટર્ન; છેલ્લા કેટલાક વર્ષોથી વરસાદની પેટર્નમાં ફેરફાર થતા પાછોતરા વરસાદથી ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠાને ફાયદો થયો છે.ચાલુ વર્ષ 10 ઓગસ્ટ સુધીમાં 74.12. ટકા વરસાદ થઇ ચુક્યો છે જેમાં પાલનપુર વડગામ અને દાંતીવાડા તાલુકાઓમાં સો ટકા જેટલો વરસાદ થયો છે આ જ પેટર્ન આ વર્ષ માં પણ જળવાઈ રહે તો જિલ્લામાં આગામી સમયમાં પણ ખૂબ સારો વરસાદ થઈ શકે છે.


