પાટણના મોટી ભાટિયા વાડ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનું આખરે પાલીકા દ્વારા નિરાકરણ લવાયુ

પાટણના મોટી ભાટિયા વાડ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાનું આખરે પાલીકા દ્વારા નિરાકરણ લવાયુ

દુષિત અને દુર્ગંધયુક્ત પાણીની સમસ્યાનું નિરાકરણ આવતા રહીશોએ વિસ્તારના કોર્પોરેટરો સહિત નો આભાર વ્યક્ત કર્યો

પાટણ શહેરના મોટી ભાટિયાવાડ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી નગરપાલિકા દ્વારા અપાતું પાણી ડહોળુ અને દુર્ગંધ યુક્ત આવતું હોવાની ફરિયાદ વિસ્તારના લોકોમાં ઊઠવા પામી હતી. રહીશોની રજૂઆતના પગલે સ્થાનિક અખબારોએ આ બાબતેના સમાચાર પ્રકાશિત કરતા અને આ વિસ્તારના કોર્પોરેટર ધર્મેશ પ્રજાપતિ અને ભરત ભાટિયાની ઉગ્ર રજૂઆતને ધ્યાનમાં રાખીને સફાળા જાગેલા નગરપાલિકાના સત્તાધિશો એ યુદ્ધના ધોરણે આ સમસ્યાના નિરાકરણ અર્થે બુધવારે કામગીરી હાથ ધરતા મોટી ભાટિયાવાડ વિસ્તારમાં આવેલ દુખિયાની શેરી માં આ દુષિત પાણી નો ફોલ્ટ સજૉયો હોવાનું ધ્યાનમાં આવતાં પાલિકાના કમૅચારીઓ દ્રારા તાત્કાલિક આ ફોલ્ટ નું શોલ્યુશન લાવી વિસ્તારમાં આવતાં દુષિત અને દુર્ગંધ યુક્ત પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતા વિસ્તારના રહીશોએ સ્થાનિક અખબારોનો તેમજ સ્થાનિક કોર્પોરેટર ધર્મેશ પ્રજાપતિ અને ભરત ભાટિયા સહિતના ઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *