ધાનેરા તાલુકાના સિલાસણા અને અનાપુરછોટા ગામના આગેવાનો એ ધાનેરા તાલુકા મા રહેવા માટે સૂત્રો ઉચ્ચાર સાથે આપ્યું આવેદન પત્ર: ધાનેરા તાલુકા થી રાજ્ય સરકારની નારારજગી માં વધારો થઈ રહ્યો છે.હજુ તો જિલ્લા વિભાજન બાબતે સરકાર તરફ થી કોઈ પ્રતિઉત્તર મળે એ પહેલાં હવે ધાનેરા તાલુકાની જિલ્લા પંચાયત ની ખીમત સીટ મા આવતા વિવિધ ગામો માથી સરકારી તંત્ર ને રજૂઆત કરવામાં આવી રહી છે.મીડિયા ના માધ્યમ થી ગ્રામજનો ને માહિતી મળી છે કે ખિંમત આખે આખી સીટ દાંતીવાડા તાલુકામાં સમાવેશ કરવાનો છે.જે સમાચાર નાં આધારે વિવિધ ગામો માથી આવેદન પત્ર આપી અમારે ધાનેરા તાલુકા મા રહેવું છે આવા સૂત્રો ઉચ્ચાર વામાં આવી રહ્યા છે. ધાનેરા તાલુકાના સિલાસણા ગામ ખાતે ગ્રામજનો એ ભેગા થઈ રજૂઆત કરી છે. જેમાં આવેદન પત્ર સાથે રજૂઆત કરાઈ છે કે સિલાસણા ગામને ધાનેરા તાલુકા મા રાખવામો આવે.
આ ગ્રામજનોની પણ સરકાર પાસે રજૂઆત છે કે તેમને ધાનેરા તાલુકામાં રાખવા આવે એક તરફ જ્યાં જિલ્લા વિભાજનમાં ધાનેરા તાલુકા ને નવીન થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેને લઇ ધાનેરા ખાતે વિરુદ્ધ યથાવત છે. જ્યારે બીજી તરફ હવે ખીમત સીટમાં આવતા ગામો પોતાના ગામ ને ધાનેરા તાલુકામાં રાખવા માટે આવેદન પત્ર આપી રજૂઆત કરી રહ્યા છે. અનાપુર છોટા ગ્રામજનો એ પણ ધાનેરા પ્રાંત કચેરી આવીને આવેદન આપી રજૂઆત કરી છે.