સમગ્ર વિશ્વમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ બની રહે તેવી કામના સાથે પંચીવાલા પરિવારમાં રેવડી નો પ્રસાદ વિતરણ કરાયો..
પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ નિરંજન નિરાકાર ભગવાન શ્રી પદ્મનાભજી મા અતૂટ શ્રધ્ધા અને વિશ્વાસ ધરાવતા અને પોતાના આરાધ્ય દેવ તરીકે ભગવાન શ્રી પદ્મનાભજી ને પુજતા પાટણ ના પંચીવાલા મોદી સમાજ દ્વારા વર્ષોની પરંપરા અનુસાર કાર્તિકી પૂર્ણિમાના પવિત્ર દિવસે દરેક પરિવાર પાસેથી એકત્ર કરાયેલા દિવા ના પૈસા થી ભગવાન શ્રી પદ્મનાભ સન્મુખ માટીના ઢગલા ફરતે કોડિયામાં દિપ પ્રજ્વલિત કરી મંત્રોચ્ચાર વચ્ચે દિપ- જયોત ની સમૂહમાં પુજા અચૅના કરી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી.પંચીવાલા મોદી સમાજના પાટણમાં રહેતા ૧૨૯ પરિવારોના સભ્યો એ દર વષૅની જેમ ચાલુ વર્ષે પણ કાર્તિકી પૂર્ણિમા ના પવિત્ર દિવસે શ્રી પદ્મનાભ ભગવાન સન્મુખ દીપ જ્યોતિ ની સમૂહ માં પૂજા અર્ચના કર્યા બાદ શ્રી પદ્મનાભ વાડી પરિસર
માં આવેલા અને માટી સ્વરૂપે પૂજનીય ભગવાન શ્રી બ્રહ્માજીના મંદિર પરિસરમાં રેવડી નો પ્રસાદ ધરાવી તે પ્રસાદને તમામ પંચીવાલા પરિવારમાં વિતરણ કરી સમગ્ર વિશ્વમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ સાથે દરેક નું સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તેવી કામનાઓ વ્યકત કરી ભગવાન ના આશીર્વાદ પ્રાપ્ત કયૉ હતાં.