લાંબા સમયથી લીકેજ ગટર લાઈન નું પાલિકા દ્વારા સમારકામ કરાયું,પાલિકાની કામગીરી દરમિયાન પાણી રસ્તા પર ઉતરી આવતા સવારે બોલેરો ગાડી ફસાતા મહામુસીબતે ગાડી બહાર કઢાઇ; રાધનપુર શહેરના મધ્યે આવેલ લાલબાગ વિસ્તારમાં પ્રવેશ દ્વારે ઘણા લાંબા સમયથી ગટર લાઈન લીકેજ હોય વેપારીઓ સહીત સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે તાજેતરમાં જ આ સમસ્યાનો કાયમી નિકાલ કરવા પાલિકા પ્રમુખ અને ઉપ પ્રમુખ દ્વારા કામની સમીક્ષા કરી તાત્કાલિક સમારકામ હાથ ધરાયું હતું. અને લીકેજ લાઈન હોય વિસ્તારમાં પીવાના પાણીમાં ગંદકી ભર્યું ડહોળું પાણી આવતા લોકો પરેશાન બન્યા હતા. ત્યારે આ વિસ્તારમાં બાળકો, વડીલો અને ગ્રામ્ય વિસ્તારો માંથી આવતા લોકો જૅ ઘર ગથ્થું સામગ્રી લેવા આવતી પ્રજા આ પ્રવેશ દ્વારે આવી તકલીફ ભોગવતી હતી.
ત્યારે લાલબાગ વિસ્તારમાં લોકોને પડતી હાલાકી દૂર કરવા રાધનપુર નગર પાલિકા પ્રમુખ-ઉપ પ્રમુખ, આ વોર્ડ ના જીતેલા ઉમેદવાર રમેશભાઈ ઠાકોર, કમલેશભાઈ ગોકલાણીએ લોક પ્રશ્નોને ઉજાગર કરી લોકોઉપયોગી કાર્ય કરી કાયમી સમસ્યાનું નિવારણ કર્યું છૅ. રાધનપુરના લાલબાગના માનવતા ગ્રુપના સદસ્યોએ આ સમસ્યા દૂર થાય તે માટે ચિંતિત રહ્યાં હતાં. તેમજ અનેક રજૂઆત બાદ અત્યાર સુધી કોઈજ પ્રકારની કામગીરી કરવામાં આવી નહોતી પરંતુ આખરે હવે અહીંના લોક પ્રશ્નોને સાંભળી પાઇપ લાઈન લીકેજ ખોદકામ કરી તેને દુરસ્ત કરાઈ હતી. પરંતુ નગરપાલિકા દ્વારા આ રસ્તાને બ્લોક કરી થોડા સમય માટે વાહન આવન જાવન ના થાય એ માટે તકેદારી રાખવી જોઈએ જેમાં પાલિકા પણ સદંતર નિષ્ફળ રહી હતી. પાલિકા દ્વારા કરાયેલ કામગીરી દરમિયાન પાણી રોડ રસ્તા પર ઉતરી આવતા વહેલી સવારે અહીં એક ગાડી ફસાઈ હતી અને મહા મુસીબતથી ગાડી બહાર કઢાઇ હતી. ત્યારે ચૂંટાયેલા સદસ્યો જાગૃતતા લાવ્યા પણ નગરપાલિકા કર્મચારીઓએ બેદરકારી દાખવી તે એક ભૂલથી ક્યાંક ને ક્યાંક વાહન ચાલકો ભારે પરેશાન બન્યા હતા.