રોકડ સહિત રૂ. ૩૬ હજારનો મુદામાલ ચોરાયો,તમામ ધટના સીસીટીવી કેમેરા કેદ થતાં પોલીસે ડોગ સ્કોડ ની મદદથી તપાસ હાથ ધરી પાટણની નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી દ્વારા સંચાલિત ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં શનિવારે મોડી રાત્રે કોઈ અજાણ્યા ચોર ઈસમે ચોરીની ધટનાને અજામ આપી રોકડ રકમ સહિત રૂ. ૩૬ હજારના મુદામાલની ચોરી કરી ફરાર થયાની ધટના સીસીટીવી કેમેરા કેદ થઈ હોય સંચાલક દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ડોગ સ્કોડની મદદથી ચોરીના બનાવને અંજામ આપનાર અજાણ્યા ચોરને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે મળતી માહિતી મુજબ ગત શનિવારે પાટણની ભગવતી ઈન્ટરનેશનલ સ્કૂલના તાળા તૂટયાની જાણ રવિવારે સવારે શાળાના કર્મચારી સ્કૂલમાં આવતા થતાં તેમણે તાત્કાલિક NGES મેનેજમેન્ટને જાણ કરતા NGES મેનેજમેન્ટે તાત્કાલિક સ્કૂલ ખાતે આવી તપાસ કરતાં રૂ.૨૩૫૦ રોકડા અને આશરે રૂ.૩૪૦૦૦ ની કિંમતના CCTV DVRની સ્વીચો મળી કુલ રૂ. ૩૬૩૫૦ ની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું તો આ ચોરી ની ધટના સ્કૂલ મા લગાવેલા સીસીટીવી કેમેરા મા કેદ થઈ હોય મેનેજમેન્ટ દ્વારા ધટનાની જાણ પાટણ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનને કરતાં પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે ડોગ સ્કોડ ની મદદથી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.
એનજીઇએસ કોલેજ કેમ્પસ મેનેજમેન્ટના પ્રો. જય ધ્રુવે પોલીસ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવી ઘટનાની ગંભીરતા પર ભાર મકી સંસ્થા દ્વારા પોલીસ ને જરૂરી તમામ માહિતી પૂરી પાડવાની સાથે પોલીસ તપાસ માં સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી મેનેજમેન્ટ સંચાલિત તમામ ૧૩ સંસ્થાઓના પ્રિન્સિપાલોને અને સ્ટાફને પણ આ ચોરી ની ધટના પગલે સતર્ક રહેવા માટે સુચિત કયૉ હોવાનું જણાવ્યું હતું.