દેશની અગ્રણી સંસ્થા કૃભકો બટાકાના વાવણી સમયે ખેડૂતોની વહારે આવી

દેશની અગ્રણી સંસ્થા કૃભકો બટાકાના વાવણી સમયે ખેડૂતોની વહારે આવી

ડીસા રેલ્વે યાર્ડ ખાતે એનપીકે ખાતરનો જથ્થો આવી પહોંચ્યો

બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનની વાવણી સમય ખાતરની અછત વચ્ચે

બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનની વાવણીની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેડૂતોને ખાતર ન મળતો હોવાની છેલ્લા કેટલાક સમયથી બુમરાઠ ઉઠી હતી સમગ્ર પંથકમાં રવિ સિજન માં બટાકાના વાવેતર સમયે ખેડૂતો એનપીકે ખાતર માટે આમ તેમ રઝળી રહ્યો છે દુકાનદારો પણ ખેડૂતોના ઊંચા ભાવે અન્ય ખાતરો પધરાવી રહ્યા હતા ત્યારે દેશની અગ્રણી ખાતર ઉત્પાદિત કંપની ક્રીભકો દ્વારા બટાકાના પાક માટે ખાસ ઉપયોગી એનપીકે ૧૨-૩૨-૧૬ (ભાવ ૧૪૭૦) ખાતર ડીસા રેલ્વે યાર્ડ ખાતે ઉતારવામાં આવ્યું છે અને ખેડૂતો સુધી મળી રહે તે માટે પહોંચતું કરવામાં આવશે જેને લઇ ખેડૂતોને હવે ઊંચા ભાવના ખાતરો લેવાની ફરજ નહીં પડે જેથી ખેડૂત વર્ગમાં ખુશીની લહેર પ્રસરી છે.

subscriber

Related Articles