જસરામાં વૃદ્ધદંપતીના હત્યારાઓને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલાયા

જસરામાં વૃદ્ધદંપતીના હત્યારાઓને પાંચ દિવસના રિમાન્ડ પર મોકલાયા

લાખણીના જસરા ગામે તાજેતરમા એસએમસીના પીઆઈના માતા-પિતાની ઘાતકી હત્યા કરી લૂંટ કરાઈ હતી જેને લઈને હડકંપ મચી ગયો હતો, જોકે વૃદ્ધ દંપતીની હત્યાને લઈને બનાસકાંઠા પોલીસે અલગ-અલગ ૮ જેટલી ટિમો બનાવીને ગણતરીના કલાકોમાં જ દંપતીની હત્યા કરનારા ૪ આરોપીઓની અટકાયત કરી પૂછપરછ કરતા અંધશ્રદ્ધા અને કાળાજાદુને લઈને દંપતીની હત્યા અને લૂંટ કરાઈ હોવાનું સામે આવ્યું છે.દરમ્યાન ગઈકાલે તમામ ચાર આરોપીઓને પોલીસે લાખણી કોર્ટમાં રજુ કરતાં કોર્ટે તેમના પાંચ દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

જોકે, રિમાન્ડ દરમ્યાન આ ચક્ચારી હત્યા કેસમાં નવા ખુલાસા થાય તેવી પોલીસને આશંકા છે.મૃતક દંપતીના પડોશી મુખ્ય હત્યારા સુરેશભાઈ શામળાભાઈ પટેલ અને તેમના પિતા શામળાભાઈ રૂપાભાઈ પટેલે પૈસાની તંગીથી કાયમી છૂટકારો મેળવવા કાળા જાદુનો સહારો લીધો હતો. અને સુરેશ પટેલના મામા ઉમાભાઈ ચેલાજી પટેલ અને દીલીપજી મફાજી ઠાકોર ઉર્ફે ભુવાજી સાથે મળીને  હત્યા અને લૂંટનો કાવતરું રચ્યું હતું. અને દંપતિની હત્યા કરતી વખતે તેમની મરણ ચિસો સંભળાય નહી તે માટે કાવતરામાં સામેલ રામપુરાનો ઉમાભાઈએ ખેતરમાં ટ્રેકટર ચાલુ રાખ્યું હતુ. જે દરમિયાન સુરેશ તેનો પિતા શામળ અને દિલીપ ઠાકોરે વૃધ્ધ દંપતિની ઠંડા કલેજે હત્યા કરી હતી. હોશીબેનના પગમાંથી કડલા કાઢી ન શકતા હત્યારાઓ તેમના બંને પગ કાપી નાખ્યા હતા.અને દાગીનાની લૂંટ કરીને ૪ આરોપીઓ દિલીપ ઠાકોરની સ્વીફ્ટ ગાડીમાં બેસી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *