અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુઓ, શીખો, જૈનો અને આ સમુદાયો માટે સરકારે મોટી જાહેરાત

અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ભારત આવેલા હિન્દુઓ, શીખો, જૈનો અને આ સમુદાયો માટે સરકારે મોટી જાહેરાત

ભારત સરકારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ધાર્મિક ઉત્પીડનને કારણે ભારત આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી સમુદાયના લોકો માટે એક મોટી જાહેરાત કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું છે કે 31 ડિસેમ્બર 2024 સુધીમાં ભારત આવેલા આવા લોકોને પાસપોર્ટ કે અન્ય મુસાફરી દસ્તાવેજો વિના પણ ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવશે. ચાલો આ નિર્ણય વિશે વિગતવાર જાણીએ.

ગયા વર્ષે દેશમાં લાગુ કરાયેલા નાગરિકતા (સુધારા) કાયદા (CAA) મુજબ, 31 ડિસેમ્બર 2014 ના રોજ અથવા તે પહેલાં ભારત આવેલા આ સતાવેલા લઘુમતીઓને ભારતીય નાગરિકત્વ આપવામાં આવશે. જોકે, તાજેતરમાં સરકાર દ્વારા ઇમિગ્રેશન અને વિદેશી (નાગરિકો) અધિનિયમ, 2025 લાગુ કરવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ આ મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે. સરકારના આ નિર્ણયથી મોટી સંખ્યામાં લોકોને, ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા હિન્દુઓને, રાહત લોકોને મળશે, જેઓ 2014 પછી ભારત આવ્યા હતા અને તેમના ભવિષ્ય વિશે ચિંતિત હતા.

ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, “અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના લઘુમતી સમુદાયો – હિન્દુઓ, શીખો, બૌદ્ધો, જૈનો, પારસીઓ અને ખ્રિસ્તીઓ – જેમને ધાર્મિક અત્યાચાર અથવા તેના ભયને કારણે ભારતમાં આશ્રય લેવાની ફરજ પડી હતી અને 31 ડિસેમ્બર, 2024 ના રોજ અથવા તે પહેલાં માન્ય દસ્તાવેજો વિના દેશમાં પ્રવેશ કર્યો હતો, તેમને માન્ય પાસપોર્ટ અને વિઝા રાખવાના નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે.”

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *