ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે. આ સંદર્ભમાં પંચ દ્વારા એક પ્રેસ નોટ જારી કરવામાં આવી છે. ગૃહ મંત્રાલયે 22 જુલાઈના રોજ જારી કરાયેલ ગેઝેટ નોટિફિકેશન દ્વારા ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ પરથી જગદીપ ધનખડના રાજીનામાની પુષ્ટિ કર્યા પછી ચૂંટણી પંચે પોતાની બંધારણીય ભૂમિકા નિભાવતા આ પગલું ભર્યું છે.
કમિશન ટૂંક સમયમાં ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીની તારીખ જાહેર કરશે. ચૂંટણી પંચે લખ્યું, “ભારતના બંધારણના અનુચ્છેદ 324 હેઠળ, ચૂંટણી પંચને ભારતના ઉપરાષ્ટ્રપતિના પદ માટે ચૂંટણી યોજવાનો અધિકાર છે. ચૂંટણી રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી અધિનિયમ, 1952 અને તેના હેઠળ બનાવેલા નિયમો, એટલે કે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી નિયમો, 1974 દ્વારા સંચાલિત થાય છે.
ચૂંટણી પંચે ઉપરાષ્ટ્રપતિ ચૂંટણી, 2025 માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આ તૈયારી પ્રવૃત્તિઓ પૂર્ણ થયા પછી ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણીનું સમયપત્રક શક્ય તેટલી વહેલી તકે જાહેર કરવામાં આવશે.

