ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં રહેણાંક મકાનમાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

ડીસાના રિજમેન્ટ વિસ્તારમાં એક રહેણાંક મકાનમાંથી યુવક કિરણ ઠાકોરનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા .​આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકોએ તાત્કાલિક મૃતકના પરિવારજનો અને પોલીસને જાણ કરી હતી. જેના પગલે ડીસા ઉત્તર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરી હતી.​મૃતક યુવક કિરણ ઠાકોરનો મૃતદેહ મળી આવતાની સાથે જ તેની હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે, આ હત્યા છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.​પોલીસે મૃતક યુવકની લાશનો કબજો લઈને તેને પોસ્ટમોર્ટમ માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. હાલ પોલીસ હત્યા અને આત્મહત્યા બંને પાસાઓને ધ્યાનમાં રાખીને સઘન તપાસ કરી રહી છે. આ ઘટનાએ સમગ્ર ડીસામાં શોક અને ભયનો માહોલ સર્જ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *