પાલનપુરથી અમદાવાદ તરફ જતી કાર બ્રાહ્મણવાડા હાઈવે પર અકસ્માતનો ભોગ બની છે. આ ઘટના છેલ્લા ચાર દિવસમાં આ માર્ગ પર બનેલી બીજી દુર્ઘટના છે.ઘટના દરમિયાન કાર આગળ જઈ રહેલા બાઇક સવારે અચાનક બ્રેક મારી હતી. કાર ચાલકે બાઇક સવારને બચાવવા પ્રયાસ કર્યો, પરંતુ સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર બે વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થઈ છે. સદ્નસીબે કોઈ જાનહાની થઈ નથી. આ અગાઉ પણ છેલ્લા ચાર દિવસમાં આ જ હાઈવે પર એક વાહન પલટી ખાવાની ઘટના બની હતી. સ્થાનિક તંત્ર દ્વારા માર્ગ સલામતી અંગે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે.

- February 19, 2025
0 108 Less than a minute
You can share this post!
editor