દિયોદર રેલવે ઓવરબ્રિજ દોઢેક વર્ષ પૂર્વે ૪૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલ છે. ત્યારે આ ઓવરબ્રિજ માં વારંવાર ગાબડા પડી રહ્યા હોઇ બે બે વખત રીપેર કરવામાં આવેલ. છતાય થોડા દિવસ પૂર્વે પ્રાંત અધિકારી દ્વારા આ ઓવરબ્રિજની રૂબરૂમાં મુલાકાત આર એન્ડ બી ના અધિકારીઓને સાથે રાખી મુલાકાત લઈ સૂચનાઓ આપેલ જેના બીજા જ દિવસે સામાન્ય પાંચ મીમી વરસાદ પડતાં ની સાથે જ ફરી થી ઓવરબ્રિજ માં ગાબડું પડતાં મીડિયા અહેવાલો વહેતા થતાં તંત્ર હરકતમાં આવ્યું. અને ગતરોજ આગોતરી કોઇપણ પ્રકારની જાણકારી આપ્યા વિના થયેલા બ્રીજને રીપેર કરવા ઓવરબ્રિજ ખાતે બેરીકેટ ગોઠવ્યા અને પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો. અને લોકોની વાચા ને કાને ધરતાં હવે કંઈક સારું થશે તેવી પ્રજાજનો અપેક્ષા રાખી રહ્યા છે.
ત્યારે પ્રજાજનો માં ચર્ચાસ્પદ એ બન્યું છે કે. કરોડો રૂપિયા ના ખર્ચ નિર્માણ પામેલ ઓવરબ્રિજ શું આયુ દોઢ વર્ષમાં જ પૂરી થશે. અને તંત્ર પ્રજાજનો ઉપર ડ્રાયવઝન ઠોકી બેસાડી અમે કંઈક કરી રહ્યા હોવાનું સાબિત કરવા પ્રયાસ કરશે. ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ તેની ગુણવત્તા ઉપર અનેક પ્રશ્નો ઉઠ્યા છે. ત્યારે રોકડીયા વીરની જય બોલાવવામાં તંત્રના અધિકારીઓ પ્રજાજનો ને પૂરી પાડવાની સેવાઓ સાથે ખીલવાડ કોના આશિર્વાદ થી કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.. આવા અધિકારો સામે યોગ્ય પગલાં લેવાય તેવી પહેલ રાજકીય મહાનુભાવો કરાવી શકશે.કે પછી જોરથી બોલશે ભારત માતાની જય…!

