દિયોદર તાલુકાના લુદરા ગામની સગીરાની લાશ વાવના દેવપુરા કેનાલ માંથી મળી આવી

દિયોદર તાલુકાના લુદરા ગામની સગીરાની લાશ વાવના દેવપુરા કેનાલ માંથી મળી આવી

સગીરાની લાશ ને પી.એમ અર્થ દિયોદર રેફરલ હોસ્પિટલ લવાઈ; દિયોદરના લુદરા ગામની ગુમ સગીરાનો દેવપુરા નર્મદા કેનાલ માંથી મૃતદેહ મળતા અરેરાટી પ્રસરી ગઈ હતી. દિયોદર તાલુકાના લુદરા ગામની અર્ચનાબેન ચૌધરી ઉંમર અંદાજે 16 જે તારીખ 16 જુલાઈ 2025 ના રોજ સવારના પોતાના ઘરે લુદરા ગામેથી ગુમ થયેલ હતી.

જે અંગે પરિવારજનોને જાણ થતા આસપાસ તપાસ કરતા મળી આવેલ ન હતી. ત્યારબાદ બપોરના સમયે વાવ તાલુકાના દેવપુરા ગામ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય કેનાલમાંથી સગીરાની લાશ મળી આવતા પરિવારજનોએ આ અંગે દિયોદર પોલીસ મથકે જાણ કરતા દિયોદર પોલીસે મૃતકની લાશનું દિયોદર રેફરલ હોસ્પિટલ ખાતે પી.એમ કરાવી લાશ વાલી વારસ ને સોંપી હતી. ત્યારે સગીરાના આકસ્મિક અગમ્ય કારણોસર મૃત્યુથી સમગ્ર પંથકમાં અરેરાટી સાથે અને તર્ક વિતર્ક સર્જાયા હતા. આ અંગે મૃતકના પિતા મનજીભાઈ કુવરાભાઈ ચૌધરી દ્વારા દિયોદર પોલીસ મથકે જાણ કરતા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *