અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલા પ્રચંડ પૂરના કારણે થયેલા વિનાશનું પ્રમાણ વધી ગયું છે. આ ભયંકર પૂરમાં મૃત્યુઆંક 13 થી વધીને 51 થયો છે. આ આફતથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર કેર કાઉન્ટી છે. ફક્ત આ વિસ્તારમાં જ 15 બાળકો સહિત 43 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. આ ઉપરાંત, આસપાસના વિસ્તારોમાં પણ ઘણા લોકોના મોત થયા છે. આ અચાનક આવેલા પૂરથી વિસ્તારમાં અરાજકતાનો માહોલ સર્જાયો છે.
ગુઆડાલુપે નદીનું પાણીનું સ્તર 15 મિનિટમાં 26 ફૂટ વધ્યું; વરસાદ અને પૂરથી થયેલી તબાહીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અહીં ગુઆડાલુપે નદીનું પાણીનું સ્તર માત્ર 45 મિનિટમાં 26 ફૂટ વધી ગયું. આના કારણે વૃક્ષો ઉખડી ગયા, વાહનો પાણીમાં તણાઈ ગયા અને ઘણી ઇમારતોને ભારે નુકસાન થયું. હજારો ઘરો પાણીમાં ડૂબી ગયા.

