ટુક સમયમાં ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરી સિદ્ધિ સરોવરના વિકાસ કામ શરૂ કરાશે: પાટણ શહેર અને આસપાસનાં ગામોને પીવાનું પાણી પૂરું પાડતાં 100 વિદ્યાનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતા પ્રાચિન અને ઐતિહાસિક પુરાતત્વીય મહત્ત્વ ધરાવતા વોટર બોડી સિધ્ધિ સરોવરનાં રિનોવેશન અને વિકાસ માટે અમૃત યોજના 2.0 માંથી ફાળવાયેલી ગ્રાન્ટમાંથી રૂ 4.25.55.3000 નાં ખર્ચે તૈયાર કરાયેલા ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટને અગાઉ વહીવટી મંજૂરી મળી ગયા બાદ હવે આ પ્રોજેક્ટને પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નરની ગાંધીનગરની કચેરીએ તાંત્રિક મંજૂરી પણ આપી દીધી છે.
સિધ્ધિ સરોવરનાં આ વિકાસ કામને તાંત્રિક મંજૂરી મળતાં હવે પાટણ નગરપાલિકા માટે તેની એજન્સી નિમવા માટે ટેન્ડર પ્રક્રિયા કરવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. રૂા. 4.25 કરોડનાં ખર્ચે થનારા સૂચિત વિકાસ અંતર્ગત સિધ્ધિ સરોવરમાં અર્થવર્ક, સંરક્ષણ દિવાલનું બાંધકામ, ફલોર વોક-વે, કર્વગાર્ડન, રેલીંગ વર્ક અને ડેકોરેટિવ,દિવાલ, સ્ટ્રીટ લાઈટ, ટોયલેટ બ્લોક, સીસી ટીવી કેમેરા, સિક્યોરીટી રૂમ, ગઝેલો વિગેરે જેવી સુવિધાઓ ઉભી કરાશે.
પાટણનાં સિધ્ધિ સરોવરનાં રાજ્ય સરકારનાં વિભિન્ન વિભાગો સાથે ચાલતા પત્રવ્યવહારનાં અંતે પાટણ નગરપાલિકાની દરખાસ્તો સ્વિકાર થતાં તે અંગે ડિટેઇલ પ્રોજકેટ રિપોર્ટ તૈયાર કરાયા બાદ તેને કેન્દ્રની ‘અમત-2 0′ યોજનાની મંજરી મળી’અમૃત-2.0’ યોજનાની મંજૂરી મળી હતી.એ પછી પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશ્નરે સિધ્ધિ સરોવરનાં વિકાસ માટે રૂા.4,25,55,300ની તાંત્રિક (ટેકનિકલ) મંજૂરી આપી દીધી હતી.
પાટણ શહેરનાં આ 100 વિદ્યાનાં વિશાળ જળાશયને છેલ્લા ઘણાં સમયથી ‘આત્મહત્યા કેન્દ્ર તરીખે નો સિક્કો લાગી ગયો હતો અને અહીં ચોતરફ ગંદકી, અનૈતિક પ્રવૃત્તિઓ, અસ્વચ્છતા, માછીમારી સહિતની અરાજક્તા જોવા મળી રહી છે. અહીં ચોતરફ કમ્પાઉન્ડ વોલ અને સીસી ટીવીનાં અભાવે ગુનાખોરી અને આત્મહત્યા કરનારાઓને મોકળું મેદાન પણ મળી રહ્યું છે.
પાટણ અને આસપાસનાં ગામોને નર્મદા આધારિત પાણીનો સંગ્રહ કરતાં આ તળાવ માંથી તેનાં કાઠે આવેલા વોટર ફિલ્ટર પ્લાન્ટ માંથી શુધ્ધિકૃત પાણીનો પૂરવઠો પહોંચાડવામાં આવે છે. જે પાણી દુષિત પણ થઈ રહ્યું છે. આ સરોવરનાં કાંઠે પ્રાચિન મંદિરો પણ આવેલા છે. વળી ઘણાં સમયથી આ સરોવરનાં વિકાસની માંગણી પણ થઇ રહી હતી. પરંતુ મામલો આ તળાવની માલિકી બાબતે અટવાયેલો હતો. જો કે, હવે પાટણનાં આ સિધ્ધિ સરોવરને લીલી ઝંડી મળી ચૂકી હોવાથી હવે ટેન્ડર પ્રક્રિયા ઝડપી થશે તેવું પાલિકા ના સુત્રો એ જણાવ્યું હતું.