અજબ રાત કી ગજબ વાત ની સ્ટાર કાસ્ટ બની પાલનપુર ની મહેમાન: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઈમ ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધી સહિતના કલાકારો આજે પાલનપુરના મહેમાન બન્યા હતા. જેઓ પોતાની ફિલ્મના પ્રમોશન માટે આવ્યા હતા.
બનાસકાંઠાનો વતની અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેઈમ ટપ્પુ ઉર્ફે ભવ્ય ગાંધીએ ગુજરાતી ફિલ્મોમાં પરદાર્પણ કર્યું છે. ત્યારે આગામી 15 મી નવેમ્બરે રજૂ થનારી પોતાની ગુજરાતી ફિલ્મ “અજબ રાત ની ગજબ વાત” ના પ્રમોશન માટે તે ફિલ્મની સ્ટાર કાસ્ટ સાથે પાલનપુરનો મહેમાન બન્યો હતો.
રોમાન્સ, કોમેડી અને ડ્રામાથી ભરપૂર ફિલ્મને દર્શકોનો પ્રેમ મળશે તેવો વિશ્વાસ ફિલ્મની અભિનેત્રી આરોહી પટેલે કર્યો હતો. ગુજરાતમાં સૌ પ્રથમ પાલનપુરમાં આ ગુજરાતી ફિલ્મનું પ્રમોશન કરાયું હતું.