ઊંઝામાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2025 યોજાયો

ઊંઝામાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2025 યોજાયો

ઊંઝા શહેરના દાસજ રોડ પર આવેલ શ્રી સાંઈ બાબા મંદિર સંકુલ ખાતે કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ આયોજિત વિકાસ સપ્તાહ 2025ની ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાના કૃષિ વિકાસ દિન 2025 તેમજ રવિ કૃષિ મહોત્સવ 2025નો કાર્યકમ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં યોજાયો હતો.

ઊંઝા સાંઇ બાબા મંદિર ખાતે યોજાયેલ કૃષિ વિકાસ દિન તેમજ રવિ કૃષિ મહોત્સવ દરમિયાન દીપ પ્રાગટ્ય દ્રારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સ્વાગત પ્રવચન બાદ કૃષિ વૈજ્ઞાનિક વક્તવ્ય યોજાયું હતું. વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ તેમજ કૃષિ પ્રદર્શન સ્ટોલ પણ યોજાયો હતો આ કાર્યકમમાં ઊંઝા ધારાસભ્ય કિરીટભાઇ પટેલ, ઊંઝા તાલુકા પંચાયત પ્રમુખ નિલેશભાઈ પટેલ, ઊઝા ટીડીઓ ડો ભાર્ગવીબેન વ્યાસ, ઊંઝા મામલતદાર રેખાબેન રાવલ સહિત પદાધીકારિયો હોદેદારો અને ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *