ઓટોરિક્ષામાં બેઠેલા મુસાફરોને ઈજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા: પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલ રવેટા હોટલ નજીક શનિવારની મોડી સાંજે સ્વીફટ ગાડી લઈને પસાર થઈ રહેલા ચાલકને હૃદય રોગનો હુમલો આવતા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર માર્ક પરથી પસાર થઈ રહેલ ઓટો રિક્ષા ને ટકરાતા ઓટોરિક્ષા પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતના બનાવના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઊંધી પડ્યા હતા. તો પલટી ખાઈ ગયેલી ઓટો રીક્ષામાં બેઠેલા મુસાફરોને ઈજાઓ થતા તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે તો સ્વીફટ કારના ચાલકને હૃદય રોગ નો હુમલા આવતાં આ અકસ્માત સર્જાયો હોવાનું જાણવા મળ્યું છે.
- January 19, 2025
0
26
Less than a minute
You can share this post!
editor