મકર સંક્રાંતિના અવસરે નડાબેટ ખાતે સૂર્ય નમસ્કાર અને પતંગ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સ્થાનિક લોકો, પ્રવાસીઓ અને બોર્ડર સિક્યોરિટી ફોર્સના જવાનોએ ભાઈચારા અને ઉત્સાહ સાથે ભાગ લીધો.સવારના આરંભથી જ સૂર્યનમસ્કાર કાર્યક્રમમાં શારીરિક તંદુરસ્તી અને યોગનો મહિમા ઉજાગર થયો પતંગ મહોત્સવે રંગબેરંગી પતંગો આકાશમાં ઉડાડીને સૌનું મનોરંજન કર્યું. આકાશ વિશિષ્ટ પતંગો સાથે આકાશને રંગીન બનાવવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.બીએસએફ જવાનોએ પતંગ ચગાવીને ઉત્સવમાં ઉમંગ વધાર્યો. આ કાર્યક્રમે નડાબેટને પર્વ અને દેશ પ્રેમના અનોખા સંમિશ્રણ સાથે યાદગાર બનાવ્યું.

- January 15, 2025
0
96
Less than a minute
You can share this post!
editor