સરકાર એવો નિર્ણય લે કે જેથી રત્ન કલાકારોને આપઘાત કરવાનો ન પડે; સુરત રત્ન કલાકારો ભાવ વધારો અને પગાર વધારો માટેની હડતાલ કરી રેલી કાઢવામાં આવી રેલીમાં કેટલાય રત્ન કલાકારો જોડાયા હતા. રત્નકલાકારો સરકારને પણ હાકલ કરી છે. આવી મોંઘવારીમાં કારખાને દારો મંદી મંદી કરીને ધમધોકાર ઓફિસો કારખાના ચાલતા ઓવર ટાઈમ ભરાવતા ભાવ કાં તો પગાર વધારાનું કહેવા જતા અત્યારે મંદી છે. એમ કહીને વાતને દબાવવામાં આવતી. રત્ન કલાકારો ભેગા થઈને સરકારને પણ આજીજી કરી કે આવી મોંઘવારીમાં ગુજરાન કેવી રીતે ચલાવવું. સરકાર એક નજર અમારા રત્ન કલાકારો ઉપર પણ નાખે જેથી કરીને અત્યાર સુધી કેટલાય રત્ન કલાકારોએ આપઘાત કર્યા. ફરી આવા બનાવો બને નહીં. તે માટે સરકાર કોઈ એવો નિર્ણય લે કે જેથી કરીને રત્ન કલાકારોને આપઘાત કરવાનો વારો ના આવે.
રત્ન કલાકારોએ જણાવ્યું કે, જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે. તો આ હડતાલ આમ ને આમ ચાલુ રહેશે. આવી મોંઘવારીમાં ભાડાના મકાનમાં રહેવું બાળકોને ભણાવવા, ભાવ ઘટાડો થવાથી બાળકોની ફી પણ ભરી શકતા નથી એવી કપરી દશા થઈ છે. કડક બંદોબસ્તના પગલાં લેવામાં આવ્યા હતા. રેલી શાંતિપૂર્ણ કાઢવામાં આવી હતી. રત્ન કલાકારોની માંગને સરકાર ધ્યાનમાં લે એવી અપીલ કરવામાં આવી હતી.