સુઇગામ તાલુકાના ઘનાણા ગામમાં શિવ મંદિરમાં સમગ્ર ગ્રામજનો એ ગત 14 જૂનના રોજ એકત્રિત થઈ સોંગદ્ય વિધિ કરી જણાવ્યું હતું કે આપણા ગામમાં દારૂનું વેચાણ ન થવું જોઈએ અને કોઈ એ દારૂ પીવો નહિ આ પ્રતિબદ્ધ થી ગામ વ્યસન મુક્ત બનશે. જો કોઈ વેચાણ કરશે અથવા પીશે તો તેના પર રૂ 2 લાખનો દંડ કરવામાં આવશે જોકે આવા સરાહનીય કાર્ય માં એક બુટલેગરે ભાંગરો વાટી જણાવ્યું હતું કે પહેલા ગામ માં મારુ દારૂનું વેચાણ થયું છે. એની બાકી નીકળતી એક લાખ 40 હજાર રકમ ચૂકવો પછી જ દારૂ બંધી થશે ત્યારે ગ્રામજનો એ દારૂના બુટલેગર ને એક મહિનામાં બાકી નું ઉઘરનું કરીને અથવા ગામ લોકો નાણાં એકત્રિત કરી તેમનો હિસાબ ચૂકતે કરી દેશે પણ ગામમાં દારૂનું વેચાણ તો નહીં જ થવા દઈએ તેવો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થતાં સુઇગામ પોલીસ પર અનેક સવાલો ઉદભવી ઉઠ્યા છે. આ સોસીયલ મીડિયામાં વાયરલ થયેલો વિડીયો સુઇગામ પોલીસ મથકના પી.આઇ.ને ઘણું બધું કહી જાય છે.
- June 15, 2025
0
394
Less than a minute
You can share this post!
editor

