બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકામાં આવેલ ગેળા અને લાખણીને જોડતા ચાર કીમીનો રોડ પર ઠેર-ઠેર ખાડાઓ પડી જવાથી રોડ બિસ્માર બનવા પામ્યો છે. ગેળા ગામે આવેલ જગ પ્રસિદ્ધ પ્રાચીન શ્રીફળ મંદિર તરીકે જાણીતું હનુમાન દાદાનું મંદિરે આવતા દર્શનાર્થીઓ તેમજ લાખણી આવતા અન્ય ગામોના વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેથી તંત્ર દ્વારા સત્વરે રોડનું સમારકામ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે. ગેળા થરાદ મત વિસ્તારમાં તેમજ લાખણી દિયોદરમાં મત વિસ્તારમાં આવે છે જેથી બંને ધારાસભ્યો પોતાને ગ્રાન્ટ ફાળવી આ રોડને ફરીથી બનાવવામાં આવે તેવી લોક માંગ
લાખણી તાલુકાના ગેળા ગામ જ્યા જગ પ્રસિદ્ધ પ્રાચીન શ્રીફળ મંદિર તરીકે જાણીતું હનુમાન દાદાનું મંદિર આવેલું છે જ્યાં દર શનિવારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દૂર દૂર થી પગપાળા તેમજ વાહનોમાં દર્શન કરવા માટે આવતા હોય છે. લાખણી તાલુકા મથક અને વેપારી મથક હોવાથી ગેળા, ગણતા લાલપુર, ડોડીયા, સહીત થરાદ અને ધાનેરા તાલુકાના ગામડા સાથે સંકળાયેલો છે લાખણી અને ગેળાના આ ચાર કી.મીના અંતર ધરાવતો રોડ પર વાહનોનો ભારે ઘસારો જોવા મળે છે તેથી રોડ પર ઠેર ઠેર ખાડાઓ પડી જવાથી રોડ જર્જરીત બની બીસમાર બનવા પામ્યો છે જેથી વાહન ચાલકો ત્રસ્ત બન્યા છે.
અહીં ગેળા હનુમાન દાદાના દર્શન કરવા માટે મંત્રીઓ નેતાઓ સહીત અધિકારીઓ પણ આવતા હોય છે. શું એમને તૂટેલા રોડ પર પડેલા આટલા મોટા ખાડા દેખાતા નથી? આ રોડ ઉપર મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે લાખણી તાલુકાનું ગેળા ગામ થરાદ મત વિસ્તારમાં તેમજ લાખણી દિયોદરમાં મત વિસ્તારમાં આવે છે જેથી બંને ધારાસભ્યો પોતાને ગ્રાન્ટ ફાળવી આ રોડને ફરીથી બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવામાં પામી રહી છે.
આ બાબતે દાદાના દર્શને આવેલા શ્રદ્ધાળુએ જણાવ્યું કે, ગેળા ગામે ચમત્કારીક- સુપ્રસિદ્ધ હનુમાન મંદિર આવેલ છે જ્યાં દર શનિવારે મેળો ભરાય અને હજારો સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે.પરંતુ તાલુકા મથક લાખણી થી ગેળા સુધીનો રોડ બિસ્માર બની ઠેકઠેકાણેથી તૂટી જવાથી ભારે તકલીફ પડે છે. જેથી બિસ્માર બનેલ રોડનું કામ તાત્કાલિક ધોરણે હાથ ધરવામાં આવે એવી અમારી માંગ છે.