જસરા ગામે ડબલ મર્ડરની ઘટનામાં સફળતા; હત્યા કરનારા આરોપીઓને ઝડપી પાડ્યા

જસરા ગામે ડબલ મર્ડરની ઘટનામાં સફળતા; હત્યા કરનારા આરોપીઓને ઝડપી પાડ્યા

બનાસકાંઠાડામાં ડબલ મર્ડરની ઘટનામાં પોલીસની સફળતા મળી છે. બનાસકાંઠાના લાખણીના જસરા ગામે આ ડબલ મર્ડરની ઘટના બની હતી. જેમાં ઘરમાં સૂતા વૃદ્ધ દપંતીની હત્યા કરવામાં આવી હતી. જસરા ગામમાં બનાસકાંઠામાં PIના માતા-પિતાની હત્યા થતા આ કેસ સમગ્ર રાજ્યમાં બન્યો ચર્ચાસ્પદ બન્યો છે. પોલીસ દ્વારા હત્યારાઓની શોધવા જુદી-જુદી ટીમો બનાવવામાં આવી. PIના માતા-પિતાની હત્યાના કેસમાં આજે મોટી સફળતા મળી છે. પોલીસે ગણતરીના સમયમાં જ પોલીસે વૃદ્ધ દંપતીની હત્યા કરનારા આરોપીઓને ઝડપી પાડ્યા છે.

લાખણીના જસરા ગામે આ હત્યાનો બનાવ બન્યો હતો. જેમાં ઘરમાં ખુલ્લી અગાશીમાં વૃદ્ધ દંપતી સૂતું હતું ત્યારે અચાનક અજાણ્યા શખ્સો ઘરમાં આવી ચઢયા અને હત્યાને અંજામ આપ્યો. અજાણ્યા શખ્સોએ ક્રૂરતાપૂર્વક દંપતીની હત્યા કરી હતી. વૃદ્ધ દપંતીની હત્યાનો મામલો સમગ્ર રાજ્યમાં વધુ ચર્ચાસ્પદ બન્યો હતો. કારણ કે આ દંપતી SMCમાં ફરજ બજાવતા PI એ.વી પટેલના માતા-પિતા હતા. આ મામલો સામે આવ્યા બાદ આગથળા પોલીસે સમગ્ર ઘટનામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. તાત્કાલિક ધોરણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી.

હત્યારાઓને શોધવા પોલીસે સ્થાનિકોની મદદ લીધી. તેમજ આ વિસ્તારના સીસીટીવી પણ ચેક કર્યા હતા. આ ઉપરાંત લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ડોગ સ્ક્વોડ અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સહીતની 15 ટીમો તપાસમાં જોડાઈ હતી. પોલીસે મોબાઈલ સર્વેલન્સના આધારે તેમજ વિવિધ દિશાઓમાં તપાસ કરતાં અંતે હત્યારાઓને શોધવામાં સફળતા મળી.

3 આરોપીઓની ધરપકડ કરી; બનાસકાંઠામાં બે દિવસ પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલમાં ફરજ બજાવતા પીઆઈ એ.વી. પટેલના માતા-પિતા વર્ધાજી પટેલ અને હોસીબેન પટેલની હત્યા કરવામાં આવી હતી. પોલીસને આજે SMCના PI એ.વી પટેલના માતા-પિતાની હત્યા મામલે આજે 3 આરોપીઓની ધરપકડ કરી. આરોપીની અટકાયત કર્યા બાદ કોર્ટમાં તેમના રિમાન્ડ માંગવામાં આવશે. અને આકરી પૂછપરછમાં હત્યાનું સાચું કારણ સામે આવશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *