પાલનપુરમાં એબીવીપી દ્વારા પ્રવેશ પ્રકિયા સરળ બનાવવા આવેદનપત્ર અપાયું
વિશ્વ વિદ્યાલયમા મોક રાઉન્ડ થકી પ્રવેશ પ્રકિયા ત્વરિત પૂર્ણ કરવા માંગ કરાઇ; વિદ્યાર્થીઆને જીસીએએસ પોર્ટલ પરથી વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ મેળવવા મુશ્કેલીઓ વેઠવી પડે છે તેમજ પોર્ટલ ધીમી ગતિએ ચાલતું હોવાથી છેવાડાના વિદ્યાર્થીઓ પ્રવેશથી વંચિત રહી જતા હોઇ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પાલનપુર ખાતે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ વિદ્યાલયમાં પ્રવેશ પ્રકિયા સરળ બનાવવાની માંગ કરી હતી.
પાલનપુર ખાતે એબીવીપી દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ વિદ્યાર્થીઓના પ્રશ્નો મામલે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાજ્ય સરકારના જીસીએએસ પોર્ટલ ધીમું ચાલતું હોવાના કારણે છેવાડાના વિધાર્થીઓ વિશ્વવિદ્યાલયમાં પ્રવેશથી વંચિત રહી જાય છે. જેને લઇ આ પ્રવેશ પ્રકિયા સરળ બનાવવી તેમજ ચાલુ વર્ષે મોક રાઉન્ડ થકી વિધાર્થીઓને ત્વરીત પ્રવેશ આપવો, રાજ્ય વિશ્વ વિદ્યાલય અને નીજી વિશ્વ વિદ્યાલયને સમાન તકો સુનિશ્ચિત કરવી,વિશ્વ વિદ્યાલયમા કોલેજની અંતિમ પસંદગી કરવાનો વિકલ્પ આપવો,જે વિદ્યાલયોમાં અનુસ્નાતક અભ્યાસક્રમનું પરિણામ બાકી હોવાથી સ્નાતકોત્તર અભ્યાસમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ બનતો હોવાથી સત્વરે પરિણામ જાહેર કરવાની માંગ કરાઇ હતી.

