પાટણ શહેરની શ્રીમતી કેશરબાઇ કિલાચંદ સરકારી કન્યા વિદ્યાલય વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત સુંદર કાર્ય કરી રહેલ છે. આસપાસના વિસ્તારમાંથી આવતી આર્થિક રીતે ગરીબ દીકરીઓને પગભર બનાવવા માટે બ્યુટી એન્ડ વેલનેસ અને હેલ્થ કેર વ્યવસાયલક્ષી શિક્ષણની સુંદર કામગીરી આ શાળામાં થઈ રહી છે.
આ કામગીરીની સમગ્ર રાજ્યમાં નોંધ લેવાય છે ત્યારે પાટણ જીલ્લાની તથા નજીકના જીલ્લાની અનેક શાળાઓએ કે કે ગર્લ્સ હાઇસ્કૂલની વોકેશનલ પ્રેક્ટીકલ લેબ ની મુલાકાત લઇ માર્ગદર્શન પ્રાપ્ત કરેલ છે. તેમના પ્રયાસથી પ્રેરાઈ બનાસકાંઠા જીલ્લાના દિયોદર તાલુકાની શ્રીમતી એસ.આર મહેતા વિદ્યાલય,રૈયાની 50 જેટલી દીકરીઓએ વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત બન્ને પ્રેકટીકલ લૅબની મુલાકાત લઇ આ બંને ટ્રેડ વિશે ખૂબ જ સુંદર માર્ગદર્શન પ્રાપ્ત કરેલ હતું. પાટણ શહેરની મધ્યમાં આ શાળા દ્વારા વ્યવસાયલક્ષી શિક્ષણ અંતર્ગત થયેલું કામ પ્રશંસનીય છે. મુલાકાત લેનાર તમામ શાળાઓ અનેક પ્રકારનું માર્ગદર્શન પ્રાપ્ત કરી આગળ વધી રહી છે તેમજ શાળાની દીકરીઓ પણ આર્થિક રીતે પગભર બની રહી હોવાનું શાળાના આચાર્ય ડૉ.દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.


