ગૌ સેવકો અને સેવાભાવી ટીમના યુવાનોએ નંદીને બહાર કાઢવા જહેમત ઉઠાવી; રાધનપુર પાલિકા તંત્ર ની બેદરકારી ને કારણે ખુલ્લી ભૂગૅભ ગટરમાં રખડતા ઢોર સહીત માણસો ખાબકતાં હોવાની ધટનાઓ બનતી હોય છે ત્યારે રવિવારે ખુલ્લી ભૂગૅભ ગટરમાં રખડતો આખલો ખાબકતાં જીવદયા પ્રેમીઓ સહિતના સેવાભાવી ટીમે આખલાને બહાર કાઢવા જહેમત ઉઠાવી હતી.
રાધનપુર નગરપાલિકા તંત્ર ની વિકાસની વાતો પોકળ સાબિત થઈ રહી હોય તેમ અનેક સમસ્યાઓથી નગરજનો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તો પાલિકા ની બેદરકારી ના કારણે શહેરની ખુલ્લી ભૂગૅભ ગટરમાં રખડતાં ઢોરની સાથે સાથે માણસો પણ પટકાતા હોવાની ધટનાઓ સજૉઈ રહી છે. ત્યારે પાલિકા સત્તાધીશો સાચા અર્થમાં શહેરીજનોને સુવિધાઓ ઉપલબ્ધ બનાવવાની સાથે આવી ખૂલ્લી ભૂગૅભ ની ગટરો સુરક્ષિત બનાવે તેવી માંગ પ્રબળ બની છે.