ડીસાના કણજરા-ગંભીરજીપુરા માર્ગે કમરસમા પાણી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનો ત્રાહિમામ

ડીસાના કણજરા-ગંભીરજીપુરા માર્ગે કમરસમા પાણી વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનો ત્રાહિમામ

વિદ્યાર્થીઓશાળાએ જવા મજબૂર, ગ્રામજનોની; ડીસા તાલુકાના કણજરા ગામ અને ગંભીરજીપુરા,ને જોડતા માર્ગ પર ચોમાસામાં કમરસમા પાણી ભરાવાની સમસ્યાએ સ્થાનિકોના દૈનિક જીવનને અસ્તવ્યસ્ત કરી દીધું છે. ખાસ કરીને વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ડિલિવરી માટે જતા લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. આ મુદ્દે 2021થી સતત રજૂઆતો કરવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કોઈ કાયમી ઉકેલ ન આવતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ડીસા તાલુકાના કણજરાગામથી ગંભીરજીપુરા પરા સુધીના આશરે દોઢકિલોમીટરના માર્ગ પર વરસાદના  જેના કારણે માર્ગ જળબંબાકાર બની જાય છે. 500 થી વધુ વસ્તી ધરાવતા આ ગામના રોજના 50 થી વધુ બાળકોને છાતી સુધીના પાણીમાંથી પસાર થઈને શાળાએ જવું પડે છે. આ કારણે અનેકવાર તેઓ આઠ-આઠ દિવસ સુધી શાળાએ જઈ શકતા નથી. વહેલી સવારે અને સાંજે દૂધ ભરવા જતા ખેડૂતો અને અન્ય ગ્રામજનોને પણ પારાવાર હાલાકીનો સામનો કરવો પડે છે. ડિલિવરી જેવા કટોકટીના સમયે પણ આ માર્ગ પરથી પસાર થવું અત્યંત મુશ્કેલ બની જાય છે.

આ રસ્તા પરથી રોજના 50 થી વધુ બાળકો શાળાએ જાય છે, જેમની છાતી સુધી આ પાણી આવે છે. સવારે સાંજે દૂધ ભરવા જતા ગામ લોકો ને ખુબ મુશ્કેલી પડી રહી છે. સરકારને ઘણા પત્ર લખવામાં આવ્યા છે તેમ છતાં ઉકેલ લાવવામાં આવ્યો નથી.”

ગંભીરજીપુરા વિસ્તારમાં 25 ઘરોનો મેડલો ધરાવતા સ્થાનિક “અમારા છોકરાઓને શાળાએ આવવા જવામાં તળાવનું પાણી રસ્તા પર આવવાને લીધે ખૂબ તકલીફ પડે છે. ગામ લોકોને દૂધ ભરાવવા જવાની ખૂબ તકલીફ પડે છે. આ પાણીને કારણે છોકરાઓ આઠ આઠ દિવસ સુધી સ્કૂલના જઈ શકવાને કારણે અભ્યાસ બગડી રહ્યો છે. અમારી રજૂઆતો 2021 થી થઈ છે છતાં તેનો કોઈ ઉકેલ આવ્યો નથી.”

આજે પણ, ડીસાના આ ગામના વિદ્યાર્થીઓને બે કિલોમીટર અંતર કાપી અભ્યાસ કરવા જાય છે, જે તંત્રની બેદરકારીનું ઉત્તમ ઉદાહરણ છે. ગ્રામજનો સરકાર પાસે આ સમસ્યાનો ઝડપથી ઉકેલ લાવવાની માગ કરી રહ્યા છે  ગામ લોકોની માંગ છે કે તંત્ર તાત્કાલિક આ રસ્તા પર ભરાતા પાણીનો કાયમી નિકાલ લાવે અને તેમને દૈનિક હાલાકીમાંથી મુક્તિ અપાવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *