પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગ પછી વિદ્યાર્થીનું મોત

પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગ પછી વિદ્યાર્થીનું મોત

પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગ પછી વિદ્યાર્થીનું મોત

મૃતક પડી જતા સિનિયરો રૂમમાં જઈ બારણા બંધ કર્યા

બોલાવ્યા પણ આવ્યા નહીં, સારવાર ન મળતા મોત થયું

શનિવારે (16મી નવેમ્બર) રાત્રે ધારપુર મેડિકલ કોલેજનો ફર્સ્ટ યરનો MBBSનો વિદ્યાર્થી અચાનક બેભાન થયો હતો અને તેનું મોત થયું હતું. કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કરતા તેનું મોત નીપજ્યું છે. અગાઉના દાયકાઓ પીટીસી કોલેજ ગેંગરેપ ઘટના બાદ હવે રેગિંગથી પાટણનું નામ ખરડાયું છે. ત્યારે મેડિકલ કોલેજના સિનિયર્સ દ્વારા જુનિયર ડોક્ટર્સનું રેગિંગ કરાતું હોવાનો આરોપ ભોગ બનનાર સ્ટુડન્ટ કરી રહ્યા છે.સિનિયરોએ શનિવારે રાત્રે જુનિયર વિદ્યાર્થીઓને મેડિકલ કોલેની હોસ્ટેલમાં બોલાવ્યા હતા અને ડાન્સ કરવા, ટી-શર્ટ વગેરે કાઢીને નાચવા માટે, દસ-દસ ગાળો બોલવા જેવી હરકતો કરવા દબાણ કર્યુ હતુ. મૃતક વિદ્યાર્થી એ સમયે ખૂબ ડરી ગયો હતો અને રાતે 8 વાગ્યાથી રાતના 11.30 વાગ્યા સુધી મૃતક વિદ્યાર્થી અને અન્ય જૂનિયર વિદ્યાર્થીઓને ઊભા જ રાખ્યા હતા.

 

માથું દીવાલે અથડાયું, તાત્કાલિક સારવાર ન મળતા મોત
મૃતક વિદ્યાર્થી ઊભો હતો અને અચાનક પીઠ બાજુએ પડી ગયો. ત્યારે એનું માથું દીવાલ સાથે અથડાયું હતું. આ ઘટના સિનિયરો સીધા તેમના રૂમમાં ઘૂસી ગયા અને બારણા બંધ કરી દીધા. જૂનિયરોએ તેમને બોલાવ્યા પણ બહાર આવ્યા જ નહીં, એ સમયે એક ઈન્ટર્ન ડોક્ટર જ હાજર હતો. એ સમયે મૃતક વિદ્યાર્થીને તાત્કાલિક કોઈ સારવાર મળી નહોતી.

ચમચીથી ડોલ ભરાવીશું એવી ધમકી અપાઈ
એક વિદ્યાર્થીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, સિનિયરોએ મૃતક વિદ્યાર્થીને અશ્લીલ ડાન્સ કરવા કહ્યું હતું. જેનો ઈનકાર કરતા સિનિયરોએ તેને કહ્યું કે, ડાન્સ નહીં કરે તો તને ચમચીએ ચમચીએ ડોલ ભરાવીશું. કેટલાક વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે, સિનિયરો દ્વારા પોતાના અસાઈનમેન્ટ્સ જૂનિયરોને આપવામાં આવતા હતા અને એ જૂનિયરોએ તેમને ફરજિયાત લખી આપવા પડતા હતા.

સિનિયરે પોલીસને સારું કહેવા કહ્યું
એટલું જ નહીં, સિનિયરોએ બીજે દિવસે જૂનિયર વિદ્યાર્થીના મોતના સમાચાર ફેલાતા અને પોલીસ આવતા જૂનિયરોને કહેવાનું શરૂ કરી દીધું હતું કે, તમે લોકો પોલીસ કંઈ પૂછે તો એમ કહેજો કે, સિનિયરો બહુ સારા છે અને કોલેજ ખૂબ સારી છે. જેથી આપણી કોલેજનું નામ ખરાબ ન થાય.

એક મહિના પહેલાં ભણવા આવ્યો હતો
અનિલ મેથાણિયા એક મહિના પહેલાં જ ધારપુર મેડિકલ કોલેજમાં MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે આવ્યો હતો. કોલેજમાંથી તેના ઘરે ફોન કરાયો હતો કે, તમારો છોકરાને ચક્કર આવતાં તે પડી ગયો છે અને તેને એડમિટ કર્યો છે. ત્યારબાદ સગા હોસ્પિટલ પહોંચ્યા તો ડોક્ટરે જણાવ્યું કે, તેનું મોત નીપજ્યું છે. મૃતદેહને પીએમ અર્થે ખસેડાયો, એટલે રિપોર્ટ બાદ હકીકત બહાર આવશે. જોકે, કોલેજના જ અન્ય વિદ્યાર્થીઓ ચર્ચા થઈ હતી કે, કોલેજના જ સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ કરવામાં આવ્યું છે. અનિલને સતત ઊભો રાખવાના કારણે તે બેભાન થઈ ગયો હતો.

subscriber

Related Articles