વેરા બાકીદારોના 20 પાણીના કનેકશન કાપી દેવાયા: ડીસા નગરપાલિકા દ્વારા હવે વેરા વસુલાત માટે સધન ઝુંબેસ હાથ ધરવામાં આવી છે.જેમાં રીઢા બાકી દારોના પાણીના કનેક્શન કાપવાની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીસા નગરમાં રહેતા અને પ્રોપર્ટી ધરાવતા કેટલાક રીઢા બાકીદારો દ્વારા વેરા ભરવામાં આવતા નથી. જેથી નગરપાલિકા દ્વારા વેરા વસુલાત માટે સધન ઝુબેશ હાથ ધરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા ટીમો બનાવી 20 થી વધુ વેરા બાકીદારોના પાણી કનેક્શન આપી દેવામાં આવ્યા છે.ડીસા નગરપાલિકા દ્વારા અલગ અલગ વોર્ડ વાઇઝ રિકવરી માટે ટીમો બનાવી વેરા વસુલાત માટેની કડક કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં સૌપ્રથમ બાકીદારોના પાણીના કનેક્શન કાપી નાખવા ત્યારબાદ બાકીદારો અને મિલકતદારો સામે જપ્તીની નોટીસ ઇસ્યુ કરવાની અને જો સમયસર વેરો નહી ભરે તો પ્રોપર્ટીને જપ્ત કરવાની અને સીલ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે. આ બાબતે નગરપાલિકાના અધિકારી મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે વેરા બાકીદારોના પ્રથમ પાણી કનેક્શન કાપવામાં આવશે બાદમાં મિલ્કત સીલ કરી જપ્તીની કાર્યવાહી કરવામાં આવશે અને બાદમાં ન્યુઝ પેપરમાં જાહેર નોટિસ આપી હરાજી કરવામાં આવશે. જોકે બાકીદારો માટે હજુ પણ વેરા ભરવા માટેનો સમય છે. તેથી બાકીદારોને સત્વરે વેરો ભરી દેવાની અપીલ પણ કરી હતી.