પાલનપુર વિભાગની 3 હોટલો સામેલ; ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશને હિંદુ નામોની આડમાં ચાલતી કેટલીક હોટલોના લાઇસન્સ રદ કર્યા છે.આ હોટલનું નામ કાં તો હિન્દુ નામ પર હતું અથવા તો તેને ચલાવવા માટે હિન્દુ માલિકના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. હવે સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસો આ હોટલો પર રોકાશે નહીં.
છેલ્લા એક વર્ષમાં જીએસઆરટીસીએ એવી હોટલોની યાદી તૈયાર કરી હતી જેમાં હિંદુ નામનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અથવા તો કેટલાક કિસ્સામાં હોટલના માલિક તરીકે હિંદુનું નામ હતું પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ચલાવવામાં આવી રહી હતી.જે હોટલોના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે તેમાં વડોદરા ડિવિઝનમાં અમદાવાદ-સુરત રોડ પર આવેલી સ્વાઝી ઇન, હોટેલ વિશાલ, હોટેલ બસેરા અને હોટેલ સતી માતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભરૂચ ડિવિઝન હેઠળની સુરત-અમદાવાદ રોડ પર આવેલી હોટેલ તુલસી, હોટેલ મારુતિ, હોટેલ ડાયમંડ અને હોટલ રૌનકના નામ પણ સામેલ છે. આ ઉપરાંત રાજકોટ વિભાગ હેઠળની ભુજ-ધ્રાગંધરા-અમદાવાદ રોડ પર આવતી હોટલ શિવશક્તિનું રજીસ્ટ્રેશન પણ રદ કરવામાં આવ્યું છે.
કુલ 27 હોટલના લાયસન્સ કરવામાં આવ્યા છે જેમાં ગોધરા વિભાગ હેઠળ આવતી કિસ્મત કાઠિયાવાડી (દેલોલ) અને હોટેલ વૃંદાવન નામની હોટલોનું રજીસ્ટ્રેશન પણ રદ કર્યું છે. જ્યારે પાલનપુર વિભાગમાં હોટેલ ગુરુકૃપા, હોટેલ રિલીફ અને હોટેલ રૌનકના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. જે હોટલના રજીસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે તેમાં સાંસરોડ પરની હોટેલ તુલસી, ઊંઝા-મહેસાણા હાઈવે પરની હોટલ માનસી, નડિયાદ ખેડા પરની હોટેલ શ્રીજી અને રાજકોટ-ચોટીલા હાઈવે પરની હોટેલ સર્વોદય એન્ડ રૂમ્સનો સમાવેશ થાય છે.