રવિ સીઝન નુ વાવેતર : બનાસકાંઠા જિલ્લામાં ફૂલગુલાબી ઠંડી ની સાથે રવી સીઝનની વાવણીની કામગીરી

રવિ સીઝન નુ વાવેતર : બનાસકાંઠા જિલ્લામાં ફૂલગુલાબી ઠંડી ની સાથે રવી સીઝનની વાવણીની કામગીરી

ખેડૂતો એ રાસાયણિક ખાતરની અછત વચ્ચે અત્યાર સુધી ૧૯૩૪૯૫ હેક્ટર વિસ્તારમાં વાવેતર કર્યું

જિલ્લામાં રવી સીઝનમાં અત્યાર સુધી સૌથી વધુ રાયડા અને ધાસચારા નુ વાવેતર થયુ

બનાસકાંઠા જિલ્લામાં રવિ સીઝન નું સરેરાશ વાવેતર ૫ લાખ હેક્ટરમાં થાય છે.

બનાસકાંઠા જિલ્લા માટે ખેતીની સૌથી મહત્ત્વપૂર્ણ ગણાતી રવી સીઝનની વાવણીની કામગીરી શરૂ થતા ૨૧ નવેમ્બર સુધી ૧૯૩૪૯૫ હેક્ટર વિસ્તારમાં વિવિધ પાકો ની વાવણી થઈ ચૂકી છે ઉત્તર ગુજરાતના પાંચ જિલ્લાઓ માંથી સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં વાવેતર થાય છે.

ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ફૂલગુલાબી ઠંડીની શરૂઆત થતાં રવી સીઝનની વાવણી ની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે  જિલ્લામાં રવી સીઝનમાં સૌથી વધુ રાયડાનું વાવેતર થતું હોય છે ત્યારે ખેડૂતો અત્યાર સુધી સૌથી વધુ ૮૧૭૮૬ હેકટર માં રાયડાનું વાવેતર કર્યું છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લાનાં મહત્વપૂર્ણ દાંતીવાડા જળાશય માં પણ ૫૦ ટકા જેટલું પાણી ભરાતા બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાના ખેડૂતોને કેનાલ દ્વારા પણ પાણી છોડવામાં આવ્યું છે.

આ ઉપરાંત નર્મદાની કેનાલ દ્વારા પણ સરહદી વિસ્તારોમાં પણ શિયાળુ પાક માટે પાણી મળનાર છે જેને લઇ રવી સીઝનમાં વાવેતર પણ વધવાની શક્યતાઓ છે કેનાલ આધારિત ખેડૂતો આ વર્ષે ઘઉં તમાકુ સહિતના પાકો નું બહોળા પ્રમાણમાં વાવેતર કરી શકશે ત્યારે સમગ્ર બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો દ્વારા રવી સીઝનની વાવણી ની કામગીરી લાગી ગયા છે.

બનાસકાંઠા જિલ્લામાં રવી સીઝનમાં કયું  વાવેતર : બનાસકાંઠા જિલ્લાના આવેલા ૧૪ તાલુકાઓ માં રવી સીઝનમાં વિવિધ પાકોનું વાવેતર થાય છે જેમાં રાયડો ધઉ, બટાકા, તમાકુ, રાજગરો, જીરુ,મકાઈ, વરીયાળી, સહિત શાકભાજી અને ઘાસચારાનું દર વર્ષ રવિ સીઝન માં બહોળા પ્રમાણમાં વાવેતર થાય છે.

રવિ સિઝનની વાવણી સમયે રાસાયણિક ખાતરોની અછત સર્જાઈ: બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર થાય છે. ત્યારે ચાલુ વર્ષે રવિ રવિસીઝન  ની વાવણી સમયે જ રાસાયણિક ખાતરોની અછત સર્જાતા અને ખેડૂતો હજુ વાવેતરથી વંચિત જોવા મળી રહ્યા છે. ત્યારે આગામી સમયમાં રાસાયણિક ખાતરોની છુટછાટ થતાં વાવેતર વિસ્તાર પણ વધશે.

subscriber

Related Articles