સાસુ-વહુ વચ્ચે તો બારમો ચંદ્રમા જ હોય એવું આપણે સાંભળ્યું છે, પરંતુ તાજેતરમાં વાઇરલ થયેલો સાસુ-વહુનો એક વિડિયો સૌનાં દિલ જીતી લે એવો છે. વાત એમ છે કે એક વહુ પોતાની સાસુને કાવડમાં બેસાડીને હરિદ્વારથી કાવડયાત્રા કરાવવા નીકળી છે. આરતી નામની મહિલાનું કહેવું છે કે મને શિવજીની કળપાથી એમ જ મનમાં ભાવ જાગ્યો કે સાસુને પણ ગંગાતાાન કરવાનો લહાવો અપાવું. બીજી તરફ સાસુનું કહેવું છે કે જ્યારે વહુએ આ વાત કહી ત્યારે મને લાગતું નહોતું કે આરતી આ કરી શકશે, પણ તે બહુ સરસ રીતે કાવડયાત્રા કરાવે છે; મને મારી વહુ પર ગર્વ છે.
- July 11, 2025
0
228
Less than a minute
You can share this post!
editor

