ગુજરાત રાજયને નશા મુકત કરવા પોલીસે અભિયાન હાથ ધરેલ હોઈ જે અનુસંધાને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક વી.કે.નાયી ની સુચના આધારે પાટણ એસઓજી પીઆઈ જે.જી.સોલંકી સહિત ટીમ જીલ્લામાં નાર્કોટીકસ અંગેના કેશો શોધી કાઢવા સારૂ સતત પ્રયત્નશીલ બની હતી અને એસ.ઓ.જી.ની ટીમ પાટણ સીટી બી ડિવિઝન પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી જે દરમ્યાન ખાનગી રાહે બાતમી મેળવી કે, અમિતભાઈ છોટાભાઇ રાવળ રહે.શંખેશ્વર વાળો ગે.કા. અને બીનધિકૃત રીતે માદક પદાર્થના જથ્થા સાથે પાટણ નવા બસ સ્ટેશન હાજર છે.જે બાતમી ના આધારે ટીમે ધટના સ્થળે જઈ તપાસ કરતાં અમિતભાઈ છોટાભાઇ સોમાભાઇ રાવળ ઉ.વ.-૩૦ ધંધો-મજુરી રહે.શંખેશ્વર શિવ શક્તિ સોસાયટી, રાધે શોપીંગની બાજુમાં તા.શંખેશ્વર જી.પાટણવાળાને પોતાના કબ્જામાં ગે.કા.બીનઅધિકૃત માદક પદાર્થ વનસ્પતિ જન્ય ગાંજો જેનુ વજન ૨,૯૯૨ કિ.ગ્રામ કિંમત રૂપિયા ૨૯,૯૨૦ તથા મોબાઇલ નંગ-૧ કિ.રૂ.૫૦૦૦ મળી કુલ કિ.રૂ.૩૪,૯૨૦ ના મુદ્દામાલ સાથે પકડી એન.ડી.પી.એસ.એક્ટ મુજબ કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી કરવા સારૂ ઇસમ તથા મુદ્દામાલ પાટણ સીટી બી ડિવિઝન પો.સ્ટે. સોપવામાં આવતા આ ગુનામાં સંડોવાયેલા રજનીભાઇ નાનાલાલ પંડ્યા રહે. રાધનપુર આદર્શ સ્કુલની બાજુમાં તા.રાધનપુર જી.પાટણ અને કોદરભાઈ આદિવાસીને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિશીલ કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

- April 8, 2025
0
103
Less than a minute
You can share this post!
editor
Related Articles
prev
next