માડવી અને પીપરાળા થી ઝડપાયેલા બન્ને બોગસ તબીબો સામે કાયૅવાહી હાથ ધરાતાં બોગસ તબીબો મા ફફડાટ પાટણ જિલ્લા માંથી વધુ બે બોગસ તબીબો ને પાટણ એસઓજી પોલીસે બાતમીના આધારે ઝડપી કાયદેસરની કાયૅવાહી હાથ ધરતા પાટણ પંથકમાં ડિગ્રી વગર પ્રેકટીશ કરતા બોગસ તબીબોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.
આ બાબતે પોલીસ સુત્રો તરફથી મળતી હકીકત મુજબ પાટણ જિલ્લામાં ડીગ્રી વગર તબીબ તરીકે વ્યવસાય કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતાં બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરવા જિલ્લા પોલીસ વડા ની સુચના આધારે પાટણ એસઓજી ટીમે ચક્રો ગતિમાન કયૉ છે ત્યારે ગતરોજ એસઓજી પીઆઈ સોલંકી અને તેમની ટીમને હકીકત મળ્યા મુજબ તેઓએ પાટણ જિલ્લાના સમી તાલુકા ના માંડવી ગામે ઓચિંતો છાપો માંરીને ડીગ્રી વગરના બની બેઠેલા તબીબી રાજેન્દ્ર વ્યાસ અને સાંતલપુર ના પીપરાળાથી જવાભાઈ રબારીને લોકો ના આરોગ્ય સાથે ચેડાં કરતાં રંગે હાથ દવાના જથ્થા સાથે ઝડપી બંન્ને બોગસ તબીબો સામે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે. પાટણ એસઓજી ટીમે બોગસ તબીબોને ઝડપી કરાતી કડક કાર્યવાહી ની કામગીરી ને લઇ પાટણ પંથકમાં ડીગ્રી વગરના તબીબોમા ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

