વડગામડા બસ સ્ટેન્ડની ચાર દુકાનોમાં તસ્કરોનો આતંક, ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ

વડગામડા બસ સ્ટેન્ડની ચાર દુકાનોમાં તસ્કરોનો આતંક, ચોરીની ઘટના CCTV કેમેરામાં કેદ

થરાદ તાલુકાના વડગામડા ગામે આવેલ બસ સ્ટેન્ડ નજીક આવેલા દુકાનોમાં મોડી રાત્રે ચોરીની ઘટના બની છે. તસ્કરો એક પછી એક ચાર દુકાનના તાળાં તોડી અંદર ઘૂસ્યા હતા અને રોકડ રકમ સાથે મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સમગ્ર ઘટનાક્રમ પાસેના CCTV કેમેરામાં કેદ થયો છે. ચોરી થયેલ દુકાનોમાં કરિયાણાની, હાર્ડવેર અને ઓનલાઈન સેવા આપતી દુકાનોનો સમાવેશ થાય છે. દુકાનદાર ખેમજીભાઈ અને વસરામભાઈએ જણાવ્યું હતું કે તસ્કરોએ દુકાનના પતરાં તોડી અંદર પ્રવેશ કર્યો હતો. દુકાનમાં સામાન વિખેરાઇ ગયો હતો અને લોકરમાંથી રોકડ રકમ અને મોબાઈલ ફોનની ચોરી કરી જવામાં આવ્યા હતા.

સ્થળ પર પહોંચેલા વડગામડા ગામના ડેપ્યુટી સરપંચ માનસેગભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે દુકાનદારો તરફથી કોલ મળતા તરત ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તેઓએ જણાવ્યું કે અંદાજિત રૂ. 70,000 જેટલી મૂલ્યવત્તુ ચીઝોની ચોરી થઇ છે. દુકાનદારો દ્વારા થરાદ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને તસ્કરોની શોધખોળ શરૂ કરી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *