મૂર્તિઓ અને છતર મળી કુલ રૂ.૧.૯૦ લાખના મુદ્દામાલની ચોરી; હાલમાં પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે ગત તા.18 ઓગસ્ટની રાત્રે ભાભર તાલુકાના મોતીસરી ગામે આવેલ ગોગા મહારાજના મંદિરમાં ત્રાટકેલા તસ્કરો રૂ.૧.૯૦ લાખની મૂર્તિઓ અને છતર ચોરી ગયા હતા. ગામ લોકોના જણાવ્યા મુજબ રાતના સુમારે દરવાજો ખોલીને મંદિરમાં પ્રવેશ કરી અજાણ્યા ચોર ઈસમોએ મંદિરમાં રહેલ ગોગા મહારાજની ચાંદીની મોટી મૂર્તિઓ ૨ તથા ચાંદીની નાની મૂર્તિઓ ૬ તથા ચાંદીના નાના મોટા છતર ૨૦ મળી કુલ આશરે ૪ કીલો ચાંદીની ગોગા મહારાજની મૂર્તિઓ-છતર (કિ.રૂ.૧,૭૫,૦૦૦) તથા સોનાનું એક છતર(કિ.રૂ.૧૫૦૦૦) મળી કુલ રૂ.૧,૯૦,૦૦૦ નો મુદ્દામાલ ચોરી ગયેલ.આ બાબતે ભાભર પોલીસ મથકે રામાજી વાલાજી ઠાકોરે ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ નોધી પીઆઈ એસ.ડી.ચૌધરીએ ડોગ સ્કોડ સહિતની ટીમો બોલાવી વધુ તપાસ હાથ ધરેલ છે. પવિત્ર શ્રાવણ માસમાં ભાભર વિસ્તારમાં તસ્કરોએ ગોગા મહારાજના મંદિરને ટાર્ગેટ બનાવતા ચકચાર સાથે લોકોની ધાર્મિક લાગણી ઘવાઈ છે.
- August 21, 2025
0
131
Less than a minute
You can share this post!
editor

