યાત્રાધામ અંબાજીમાં બની ચોરીની ઘટના: યાત્રાધામ અંબાજીમાં આવેલ કુંભારિયા જૈન દેરાસર ખાતે પાર્કિંગમાં ચોરીની ઘટના બની હતી. સુરતના રહેવાસી જૈન પરિવાર વિવિધ ધાર્મિક સ્થળો એ પ્રવાસમાં હતા ત્યારે તેઓ અંબાજી નજીક આવેલ કુંભારિયાજી જૈન દેરાસરમાં પણ દર્શન કરવા આવેલા હતા અને ત્યાં તેમને જૈન દેરાસરમાં રોકાણ કરી અને પોતાની ગાડી પાર્કિંગમાં મુકેલ હતી. ત્યા રાત્રિના સમયે અજાણા તસ્કોરોએ ગાડીના પાછળનો કાચ તોડી ગાડીમાંથી રોકડ અને દાગીનાની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.
અંદાજે 40 થી 60 તોલા જેટલું સોનુ અને દોઢ લાખ રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી ચોરી થયા ની જાણ અંબાજી પોલીસને કરાતા અંબાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ચોરીની તપાસ કરવા માટે ડોગ સ્કોર્ડ પણ બોલાવવામાં આવી હતી અને પોલીસે ડોગ સ્કોડ સાથે સઘન તપાસ હાથ ધરી હતી અને ચોરીને અંજામ આપનાર ચોર ટોળકીને ઝડપી લેવા પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસે દાગીના ની રકમ ની જાહેર કરવાનું ટાળ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા ડી.વાય.એસ.પી દ્વારા યાત્રિકોને અપીલ કરવામાં આવી હતી કે જરૂર જેટલા દાગીના અને રોકડ સાથે લઈ ને ફરવા નીકળવું તેમજ દાગીના અને રોકડ રકમને ગાડીમાં મૂકવી નહીં જેથી તસ્કરોને ચોરી કરવાની તક મળે નહિ.