મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લામાં શુક્રવારે સવારે ખેતમજૂરોને લઈ જતું ટ્રેક્ટર કૂવામાં પડી જતાં છ લોકોના ડૂબી જવાની આશંકા છે, એમ પોલીસે જણાવ્યું હતું.
નાંદેડના એક અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માત સવારે 7.30 વાગ્યાની આસપાસ અલેગાંવ ગામમાં થયો હતો.
“ટ્રેક્ટરમાં ઓછામાં ઓછા 10 લોકો સવાર હતા અને ખેતરમાં હળદર કાપવા જઈ રહ્યા હતા ત્યારે વાહન કૂવામાં પડી ગયું. વરસાદને કારણે આ વિસ્તાર લપસણો હતો, તેવું તેમણે જણાવ્યું હતું.
અધિકારીએ જણાવ્યું હતું કે બે થી ત્રણ લોકોએ પોતાને બચાવ્યા હતા, જ્યારે છ મજૂરો ડૂબી ગયા હોવાની આશંકા છે.