સિધ્ધપુરના વનાસણમાં સી.સી.રોડનું કામકાજ કયૉ વિના જ ચુકવણું કરાયું હોવાના આક્ષેપ; ડીડીઓને લેખિત રજૂઆત કરાઈ

સિધ્ધપુરના વનાસણમાં સી.સી.રોડનું કામકાજ કયૉ વિના જ ચુકવણું કરાયું હોવાના આક્ષેપ; ડીડીઓને લેખિત રજૂઆત કરાઈ

2020-21 માં ગ્રાન્ટ પાસ કરી છેતરપીડી કરી ભષ્ટ્રાચાર આચર્યો હોવા બાબતે તપાસની માંગ કરાઈ

સિધ્ધપુરના વનાસણમા 2020-21 માં ગ્રાન્ટ પાસ કરી સી.સી.રોડનુ કામકાજ કયૉ વીના જ ચુકવણું કરાયું હોવાના આક્ષેપ વચ્ચે ગામના જાગૃત નાગરિક દ્રારા શનિવારે પાટણ ડીડીઓને લેખિત રજૂઆત કરી આ બાબતે તપાસની માંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે સિધ્ધપુરના વનાસણના વતની સદાજી ખુમાજી ઠાકોરે ડીડીઓને કરેલ રજુઆતમાં જણાવ્યું છે કે, વનાસણ ગામે મેલડી માતાજીના મંદિરથી અમે અરજદારના ઘર સુધી સી.સી.રોડ ન હોવાથી  અરજદારે સી.સી.રોડ બનાવવાની રજુઆત કરેલ હતી જેથી અમે અરજદારને જાણવા મળેલ કે/ 2020-21 માં મેલડી માતાજીના મંદિરથી અમો અરજદારના ઘર સુધી સી.સી.રોડXVFINANCE COMMISSION ની યોજના હેઠળ અંદાજીત ખર્ચ રૂા.253862 થી રોડ બનાવવાની રકમ મંજુર થયેલ હતી. અને આ રકમ આ વેણ ગ્રાન્ટ હેઠળ કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયેલ છે.

તે બતાવીને XV FINANCE COMMISSION યોજના હેઠળ જે કોન્ટ્રાકટરને કામ કરવા માટે આપેલ હતુ તેને આ રકમ મળી ગયેલ હતી. જેથી અમો અરજદારને આ બાબતની જાણ થતા અમો અરજદારની સાથે અમે બીજા ગામ લોકોએ તલાટી વનાસણ ગ્રામપંચાયતને સદરહું જગ્યામા રોડ બનેલ છે કે નથી તે બાબતની તપાસ કરવા પંચનામુ કરવા માટેની અરજી ધ્વારા રજુઆત કરેલી પરંતુ તલાટી વનાસણને અરજી મળતા તેઓએ અમો અરજદારને તેમજ અમે અરજદાર સાથે આવેલ બીજા ગામલોકોને આ જગ્યાનુ પંચનામું કરવાનુ ના પાડેલ જેથી અમે અરજદારને તેમજ અમો અરજદારના ગામ લોકોને એવુ લાગે છે કે આ રોડ બાબતે જે ગ્રાન્ટ પાસ થયેલ છે. તેમાથી વનાસણ તલાટી તેમજ કોન્ટ્રાકટર અને વહીવટી અધિકારીઓએ સાથે મળી મોટી રકમ પચાવી પાડેલ છે. તેમજ ભષ્ટ્રાચાર કરેલ છે. અને સરકાર સાથે છેતરપીડી તેમજ વિશ્વાસઘાત કરેલ હોઈ જેથી આપ ધ્વારા અથવા આપના તાબા હેઠળ આવતા વિશ્વાસુ અધિકારીને  જગ્યા બાબતની તપાસ કરી કરાવીને અમો અરજદારને તેમજ અમો અરજદારના ગામ લોકોને ન્યાય અપાવવા યોગ્ય કરવા રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *