આજથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ

આજથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ

બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુજી ઉઠશે

પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થતાં શિવ પૂજાની શરૂઆત થઈ જશે. શ્રાવણ મહિનામાં શિવપૂજાનો અનન્ય મહિમા હોવાથી શિવાલયોનો હર…હર… મહાદેવના નાદથી ગૂંજશે. શિવલિંગ ઉપર દૂધનો અભિષેક, બિલ્વપત્રો ચઢાવવામાં આવશે. તેમજ ત્રિદલમ્ ત્રિનેત્રમ્ ત્રિજન્મ પાપ સંહારમ્ એકમ્ બિલવમ્ શિવમ્ અર્પણમ્ જેવા મંત્રોચ્ચારોના શિવ મંદિરોમાં ગાન થશે. આ ઉપરાંત શિવભકતો શિવલિંગ ઉપર જલાભિષેક અને દૂધાભિષેકથી પોતાના દેવાધિદેવ મહાદેવજીનાં અર્ચન પૂજન કરશે. અરવલ્લીની ગીરીમાળામાં અને રણનીકાધી એ આવેલા બનાસકાંઠા જિલ્લાના અનેક પ્રાચીન અર્વાચીન શિવાલયો આવેલા છે જેમાં પાલનપુર માં પાતાળેશ્વર મહાદેવ આરાસુરીની ગિરિમાળામાં આવેલા બાલારામ મહાદેવ, બાજોઠીયા મહાદેવ હર ગંગેશ્વર મહાદેવ વિશ્વેશ્વર મહાદેવ કેદારનાથ મહાદેવ મુક્તેશ્વર મહાદેવ કોટેશ્વર મહાદેવ આ ઉપરાંત વાવ તાલુકામાં કપિલેશ્વર મહાદેવ મૂળેશ્વર મહાદેવ ડીસામાં રસાણા ખાતે આવેલા શિવધામ , રીસાલેશ્વર મહાદેવ સહિત અનેક ગામોમાં પૌરાણિક મંદિરોમાં પણ ભકતોની ભીડ જામશે.

આમ તો પવિત્ર શ્રાવણ મહિનો ધાર્મિક અને સામાજિક પર્વોની ઉજવણીનો મહિનો છે. નાગપંચમી, રાંધણ છઠ્ઠ, શીતળા સાતમ, રક્ષાબંધન જેવા ધાર્મિક તહેવારોને કારણે જનજીવન ધાર્મિક લાગણીમાં રંગાઈ જશે. જયારે રક્ષાબંધન જેવા પરંપરાગત તહેવાર ભાઈ-બહેનના હેતની સરવાણી વહાવશે. જયારે સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય તહેવારને કારણે રહીશોમાં દેશ પ્રેમ પણ છલકાશે. આ વર્ષે શ્રાવણ મહિના દરમ્યાન ચાર  સોમવારનો યોગ રહ્યો છે. પહેલો સોમવાર ૨૮, જુલાઈના રોજ આવશે. સોમવારના દિવસોમાં શિવાલયોમાં ભોલેનાથના ગુણગાન ગવાશે, શિવ મંદિરો ભકતોથી ઉભરાશે. પ્રાચીન કાળથી જ હિન્દુ સંસ્કૃતિમાં પવિત્ર શ્રાવણ મહિનાનો અનેરો મહિમા છે. આ મહિનામાં જન્માષ્ટમી જેવા તહેવારો આવતા હોવાથી કૃષ્ણ ભકતો અને દુંદાળા દેવના ઉપાસકોમાં ધાર્મિક લાગણીઓની સરવાણી વહેશે. આ ઉપરાંત, ભાદરવી પૂનમે પગપાળા સંઘો સાથે નીકળતા માઈ ભકતો પણ શ્રાવણ મહિનાના અંત પહેલાં જ સજ્જ બનશે. નિષ્કર્ષ રૂપ, આ પવિત્ર માસમાં જન જીવનમાં નવીન ચેતનાનો સંચાર જોવા મળશે. આ પવિત્ર મહિનામાં શિવભકતો ઉપવાસ કરી ભકિતમય બનશે.

શ્રાવણ માસમાં શિવજીની પૂજા જ કેમ કરવામાં આવે છે

શ્રાવણ માસ દરમિયાન ભગવાન વિષ્ણુ ચાતુર્માસ ને પગલે શયનનિદ્રા માં હોય છે જેથી પૃથ્વીનું સંચાલન ભગવાન શિવ કરતા હોય છે અને આ માસ દરમિયાન ભગવાન શિવ ની પુજા કરવાથી ખુશ રહેતા હોય છે

શ્રાવણ માસ દરમિયાન વ્રતો અને તહેવારોની મોસમ ખીલી

શ્રાવણ માસમાં દશામાના વ્રતની શરૂઆત ની સાથે જીવંતીકા માતા વ્રત એવરત જીવરત વ્રત સોળ સોમવારનું વ્રત સહિત રક્ષાબંધન બોળચોથ નાગપાંચમ રાધનપુર શીતળા સાતમ જન્માષ્ટમી જેવા અનેક તહેવારો પણ શ્રાવણ માસ દરમિયાન આવતા હોય છે

શ્રાવણ માસમાં ઉપવાસ કેમ કરવામાં આવે છે

આધુનિક વિજ્ઞાનની દ્રષ્ટિએ પણ શ્રાવણ માસમાં ઉપવાસનું ખૂબ જ મહત્વ રહેલું છે વરસાદના સમયમાં પાચનશક્તિ ખૂબ શુસ્ક હોય છે જેથી સ્વાસ્થ્ય સારું જળવાય તે માટે ઉપવાસ કરવામાં આવતો હોય છે ત્યારે શિવની ભક્તિ સાથે ઉપવાસ કરી સ્વાસ્થ્ય પણ સારું રહે તેવા શીશ ના આશીર્વાદ મળતા હોય છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *